તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

72મો વન મહોત્સવ:300 રોપા રોપાયાં, 1 હજારનું વિતરણ કરવામાં આવ્યું

પાવી જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઘારાસભ્ય સુખરામ રાઠવા હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું. - Divya Bhaskar
સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઘારાસભ્ય સુખરામ રાઠવા હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું.

પાવી જેતપુરના સ્વામિનારાયણ મંદિર ખાતે મંગળવારે તાલુકા કક્ષાનો 72 મો વન મહોત્સવ પાવી જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પાવી જેતપુરના સ્વામિનારાયણ મંદિર ખાતે મંગળવારે તાલુકા કક્ષાનો 72મો વન મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે પાવી જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવા હાજર રહ્યા હતા. આ વન મહોત્સવ દરમિયાન 300 જેટલા વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જ્યારે લગભગ 1 હજાર જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ ધારાસભ્ય સુખરામ રાઠવાએ વન વગડાને વધુ ગીચ બનાવવા માટે પ્રયત્નશીલ રહેવાનુ જણાવ્યું હતું. અને ધારાસભ્ય સુખરામ રાઠવાએ પોતાની આગવી શૈલીમાં લોકોને જંગલ અને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું અને વધુ વૃક્ષ વાવવા માટે પ્રેરીત કર્યા હતા. આ વન મહોત્સવમાં સુખરામ રાઠવાએ લાકડાનું મહત્વ આપણી જીંદગીમાં કેટલું છે તે સમજાવ્યું હતું. અને જેમ એક બાળક ધીમે ધીમે મોટું થાય તેમ એક છોડ દિવસે દીવસે મોટો થાય છે અને મોટું વૃક્ષ બને છે.

હાલમાં દુનિયાભરમાં ગ્લોબલ વોર્મીંગ અને કલાઇમેટ ચેંજના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. અને દીનબદીન વૃક્ષો ઓછા થતાં જાય છે. ત્યારે ગ્લોબલ વોર્મીંગ અને કલાઇમેટ ચેન્જને કંટ્રોલ કરવા માટે વધુ વૃક્ષો વાવવા જરૂરી બની ગયા છે. ઉપરાંત કોરોનામાં પણ ઓક્સિજનની ખૂબ જ માંગ ઉભી થઇ હતી. જો વૃક્ષોનું પ્રમાણ જળવાયું હોત તો ઓક્સિજનની તકલીફ ન પડતી.

અન્ય સમાચારો પણ છે...