બોગસ ડોક્ટરો:પાવીજેતપુરના ભીખાપુરાથી પશ્ચિમ બંગાળના 3 બોગસ ડોક્ટરો ઝડપાયા

પાવી જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝડપાયેલા બોગસ ડોકટર. - Divya Bhaskar
ઝડપાયેલા બોગસ ડોકટર.
  • ડિગ્રી વગર દવાખાનું ચલાવતાં છોટાઉદેપુર એસઓજી પોલીસે ઝડપી પાડ્યા
  • મેડિકલ સાધનો, એલોપેથિક દવાઓ, રોકડ મળી 97,082નો મુદ્દામાલ જપ્ત

છોટાઉદેપુર એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.પી. મેવાડા તેમજ તેઓના સ્‍ટાફના માણસોને અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે (1) રણજીતકુમાર મુકુન્દકુમાર વિશ્વાસ ઉ.વ. 59 હાલ રહે બજાર ફળીયા ભિખાપુરા ગામ તા. જિ. જેતપુર પાવી જિ. છોટાઉદેપુર મુળ રહે, શ્યામ નગર તા. શ્યામ નગર 24 પરગણા પશ્વિમ બંગાળ વાળો બી.એ. સુધીનો અભ્યાસ કરેલ છે. તથા (2) સુવિરભાઇ રણજિતભાઇ બારોઇ ઉ.વ. 38 ધંધો ડોક્ટરની પ્રેક્ટીસ હાલ રહે મંદિર ફળીયા, ભિખાપુરા ગામ તા.જેતપુર પાવી જિ. છોટાઉદેપુર મુળ રહે, ફુલતલા હાબડા તા. બારાસાત જિ. નોર્થ 24 પર્ગનાસ પશ્વિમ બંગાળ વાળો બી.એસ.સી. સુધીનો અભ્યાસ કરેલ છે. તથા (3) પલાસભાઇ નંનીગોપાલ મંડલ ઉ.વ. 40 ધંધો. ડોકટરી પ્રેકટીસ હાલ રહે. ભીખાપુરા બજાર ફળીયા, તા. પાવીજેતપુર જિ. છોટાઉદેપુર મુળ રહે, ફુલતાલ તા.હાબરા જી. 24 પરાગણા (નોર્થ) પશ્વિમ બંગાળ વાળો ધોરણ 12 પાસ હોય જે ત્રણેય છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભિખાપુરા ગામમાં કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ તથા રોકડ રૂપીયા મળી કુલ.કિ. રૂ 97,082ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા ત્રણેય વિરુદ્ધમા કદવાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા કેટલા સમયથી છોટાઉદેપુર જિલ્લાના ગામડાઓમાં પરપ્રાંતના ડિગ્રી વગરના ડોકટરોની હાટડીઓ ધમધમી રહી છે. જાહેર જનતાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...