તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સજવા વનમાંથી ચોરીના 2.50 લાખના ખેરના લાકડા પકડાયાં

પાવીજેતપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોલેરો પીકઅપ ગાડી કબ્જે કરીને નરેન્દ્રભાઈ રાઠવાની વન વિભાગે અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. - Divya Bhaskar
બોલેરો પીકઅપ ગાડી કબ્જે કરીને નરેન્દ્રભાઈ રાઠવાની વન વિભાગે અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
  • ગેરકાયદે ખેરના 7 લાકડા સાથે એકની અટકાયત
  • ફરાર આરોપી દશરથભાઈ રાઠવાની શોધખોળ

પાવી જેતપુરના સજવા વન વિસ્તારમાંથી 7 ખેરના કિમતી ઝાડ કાપીને રૂ. 2.50 લાખના લાકડા ચોરી કરતાં એકની અટકાયત વન વિભાગે કરી છે. પાવી જેતપુરના જંગલમાં ખૂબ જ કિમતી ઝાડ આવેલા છે. આ કિમતી ઝાડ ઉપર જંગલનાં કિમતી વૃક્ષો કાપીને તેના લાકડાની તસ્કરી કરવામાં આવી રહી છે. આવી જ ઘટનાનો પાવી જેતપુરના વન વિભાગે પર્દાફાશ કર્યો છે.

પાવી જેતપુરના સજવા વન વિસ્તારમાં ખૂબ જ કિમતી એવા ખેરના 7 ઝાડ કાપવાની જાણ વન વિભાગને થતાં છોટાઉદેપુર વન વિભાગના નાયબ વન સંરક્ષક એચ.એસ.પટેલ અને એ.સી.એફ. કંચનભાઈ બારીયા અને પાવી જેતપુરના ફોરેસ્ટર વનરાજ સોલંકીએ આ ખેરના લાકડા ચોરોને પકડવા માટે ખાનગી બાતમીદારોને કામે લગાડતા નરેન્દ્રભાઈ ગુરજી રાઠવા રહે. નારૂકોટ અને દશરથભાઈ હીરૂભાઈ રાઠવા રહે. મુંડીમોરના નામ ખુલ્યા હતા. જેમાંથી નરેન્દ્રભાઈ રાઠવાની વન વિભાગે અટકાયત કરીને પૂછપરછ કરતાં તેઓએ આ ખેરના ઝાડ કાપીને લાકડાની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

ખેરના લાકડા ચોરી કરનાર નરેન્દ્રભાઈ રાઠવાની પૂછપરછ કરતાં તેઓએ થોડા ખેરના લાકડા ખાટીયાવાંટ પાસે હેરણ નદીમાં સંતાડેલા મળી આવ્યા હતા અને બીજા ખેરના લાકડા સજવા જંગલામાં જ સંતાડી રાખેલા મળી આવ્યા હતા. આ 7 ઝાડના લાકડાની બજાર કિંમત રૂ. 2.50 લાખ થાય છે. પાવી જેતપુર વન વિભાગે રૂ. 2.50 લાખના ચોરી થયેલા લાકડા સહિત એક બોલેરો પીકઅપ ગાડી કબ્જે કરીને ફરાર આરોપી દશરથભાઈ રાઠવાની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...