તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પાવીજેતપુર નગરમાંથી 2 જ્યારે બારાવાડમાંથી 1 બાઈકની ઉઠાંતરી

પાવી જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇક ચોરની ગેંગ સક્રિય થતાં રહીશોમાં ફફડાટ
  • પોલીસના નાઈટ પોટ્રોલિંગના ધજાગરા ઉડાડતા તસ્કરો

પાવીજેતપુર નગરમાંથી બે બાઇક અને તાલુકાના બારાવાડ ગામેથી એક બાઇક મળી કુલ ત્રણ બાઇકની ઉઠાંતરી તેમજ અઠવાડિયા પહેલાં અણિયાદ્રી ગામેથી બે બાઈકની ઉઠાંતરી થઈ હતી. બાઇકચોરોની ગેંગ સક્રિય થતાં જનતામાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે. છેલ્લાં અઠવાડિયાથી છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પંથકમાં બાઇક ચોરોની ગેંગ અચાનક સક્રિય થતાં જનતામાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.

એક અઠવાડિયા જેટલા સમય પેહલા અણિયાદ્રી ગામેથી ઘર આંગણે મૂકેલી બે બાઇકોની ચોરી થઈ છે. એ બનાવને અઠવાડિયું જ થયું છે. ત્યાં તો પાવીજેતપુર નગરના કસ્બા ફળિયામાં રહેતા ખત્રી બશીર અહેમદ લિયાકત અલી તેમજ સમીર લિયાકતઅલી શેખની બંનેની બાઇકો બંનેને વીજળીના થાંભલા સાથે સાંકળથી બાંધી સ્ટેરીંગ લોક કરી રાત્રીના ભોજન કરી મૂકી હતી. રાત્રે એક વાગ્યાના અરસામાં બશીરભાઈની આંખ ખુલતા કુદરતી હાજતે બહાર નીકળ્યા હોઇ ત્યારે તેઓએ બંને બાઇકોને વીજળીના થાંભલા સાથે બાંધેલી જોઇ હતી. વહેલી સવારે મળસ્કે 5 વાગે બશિરભાઈ ઉઠી બહાર નીકળી જોતા બંને મોટર સાયકલો વીજ થાંભલા સાથે સાંકળથી બાંધી હતી તે જગ્યા ઉપર જોવા ન મળતા બશિરભાઈ ગભરાઈ ગયા હતા. તેઓએ આજુબાજુ ગામડાઓમાં દરેક ઠેકાણે તપાસ કરી હોતી.

પરંતુ કોઈપણ પ્રકારની ભાર ન મળતા તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આવી જ રીતે પાવીજેતપુર તાલુકાના બારાવાડ ગામે મંદિર ફળિયામાં રહેતા જીણાભાઈ લલ્લુભાઈ રાઠવાએ ઘરની બાજુમાં આવેલ ખુલ્લા કોઢીયામાં સ્ટેરીંગ લોક કરી પોતાની બાઇક મૂકી હતી. વહેલી સવારે 4 વાગે ભેંસનું દૂધ કાઢવા માટે ઊઠ્યા હતા. ત્યારે તેઓની બાઈક ગાયબ થઈ ગયેલી હતી. તેઓએ પણ તપાસ કરવા છતાં બાઇકની કોઈ ભાર મળી ન હતી.

આમ, પાવીજેતપુર નગરમાંથી બે બાઇક, પાવીજેતપુર તાલુકાના બરાવાડ ગામેથી એક બાઈક અને અણિયાદ્રી ગામેથી બે બાઇક મળી કુલ 5 બાઇકો અઠવાડિયામાં રાત્રી દરમિયાન ચોરી થઇ જવા પામી છે. હજુ તો શિયાળાની શરૂઆત થઇ નથી. ત્યાં તો બાઇક ચોરોની ગેંગ સક્રિય થઇ જતાં સમગ્ર પાવીજેતપુર પંથકમાં ગભરાટની લાગણી પ્રસરી જવા પામી છે. થાંભલા સાથે સાંકલ બાંધીને મુકેલી બાઇક પણ તસ્કરો ઉઠાવી જતા હવે શું કરવું? બાઇક ક્યાં મુકવી તેની ચિંતા સતાવી રહી છે.

એક તરફ પોલીસ સબ સલામત હૈ ના દાવાઓ કરે છે, રાત્રિ પેટ્રોલીંગ કરે છે છતાં પોલીસની આંખ નીચેથી તસ્કરો પોલીસના ગાલ પર તમાચો મારતા હોય તેમ બાઇક ચોરીને જતા રહે છે તેની ખબર સુધ્ધાં પોલીસને પડતી નથી. જેથી પોલીસ જનતાને માસ્કના મેમો આપવાને બદલે લોકોના જાનમાલની સુરક્ષા કરે તે ખૂબ જરૂરી બન્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો