તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મેટીબેજ ગામેથી 1.20 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ખેપિયો ઝાડી ઝાંખરામાં બાઈક નાખી ફરાર થઈ ગયો હતો

પાવી જેતપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે 1,60,480નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

પાવીજેતપુર તાલુકાના મોટીબેજ ગામ પાસેથી બાઈક ઉપર દારૂની ખેપ મારનાર પાસેથી રૂ. 1,20,480નો વિદેશી દારૂ તેમજ 40 હજારની બાઈક મળી કુલ રૂા. 1,60,480નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે દારૂની ખેપ મારનાર ખેપિયો પોતાની બાઇક ઝાડી ઝાંખરામાં નાખી ફરાર થઈ જવમા સફળ થયો હતો.

પાવીજેતપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાંકી ચોકડીથી ડુંગરવાંટ તરફ આવતા મોટીબેજ ગામ પાસે રોડ ઉપર સામેથી એક મોટરસાયકલ આવતી હોઇ જે અંધારામાં પોલીસની ગાડીની લાઈટ જોઈને દૂરથી પોતાની મોટરસાયકલ પાછી વાળીને નાસવા લાગેલ હતો. તેથી પાવીજેતપુર પોલીસે તેનો પીછો કરતાં મોટીબેજ ગામે ઘમૂન ફળિયા પાસે ઝાડી ઝાંખરામાં મોટરસાયકલ ચાલક પોતાની મોટરસાયકલ તેમજ બાઈક ઉપર બાંધેલા કંતાનના કોથળા સહિત નાખી નાશી ગયો હતો. ઝાડી ઝાંખરામાં તપાસ કરતાં દારૂની ખેપ મારનાર ખેપિયો દેખાયલ નહીં, ખેપિયો ભાગવામાં સફળ થઈ ગયો હતો.

પાવીજેતપુર તાલુકાના મોટીબેજ ગામે ઝાડી ઝાંખરામાં નાખેલી બાઈક તપાસ કરતા બે કંતાનના કોથળામાં ઈંગ્લીશ દારૂની બોટલો ભરેલી હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસ કરતા ઈંગ્લીશ દારૂની બોટલ અને ટીન મળી કુલ 228 નંગ હતી. જેની કિંમત રૂ. 1,20,480 થાય છે. તેમજ મોટરસાયકલની કિંમત 40 હજાર મળી કુલ રૂ. 1,60,480નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે હંમેશની જેમ દારૂની ખેપ મારનાર ખેપિયો ભાગવામાં સફળ થયો હતો. જે અંગે જનતામાં વેધક સવાલો ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો