તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:108 એમ્બ્યુલન્સમાં વાધવાની મહિલાની સફળ પ્રસૂતિ

પાવી જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અધૂરા મહિને પણ 108 જેતપુર પાવી સ્ટાફે મહિલાની સફળ પ્રસૂતિ કરાવી. - Divya Bhaskar
અધૂરા મહિને પણ 108 જેતપુર પાવી સ્ટાફે મહિલાની સફળ પ્રસૂતિ કરાવી.
  • મહિલાને અધૂરા મહિના હોવાને કારણે જન્મેલ બાળક ક્રિટિકલ સ્થિતિમાં હતું
  • પાવીજેતપુર 108ના કર્મીઓએ નવજાત બાળકને કૃત્રિમ શ્વાસ આપીને જીવતદાન આપ્યું

વાધવા ગામનો પ્રસૂતિનો કેસ તા.12 મે 2021ના રોજ સાંજના સાત વાગ્યાના સમયે પાવી જેતપુર 108ને મળતાં પાવીજેતપુર 108ના કર્મચારી ઇમર્જન્સી મેડિકલ ટેકનિશિયન રાજુભાઈ રાઠવા તથા પાઇલોટ જગદીશભાઈ રાઠવા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચવા નીકળી ગયા હતા. ફોન કોલ પર પ્રાથમિક માહિતી મેળવતા એક મહિલાને પ્રસૂતિનો દુખાવો થઈ રહ્યો છે એવું જાણવા મળ્યું હતું. જેની તૈયારી સહિત 108 પાવીજેતપુર સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતાે. ઘટના સ્થળ પર તપાસ કરતાં ફાઇલમાં જાણવા મળેલું કે મહિલાને 6 મહિનાની પ્રેગ્નેન્સી છે. જેથી મહિલાની તપાસ કરી તેને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવી હતી અને 108 એમ્બ્યુલન્સ પાવીજેતપુર જબુગામ હોસ્પિટલ તરફ જવા માટે રવાના થઇ હતી. પરંતુ મહિલાને અસહ્ય દુખાવો ઉપડતાં તેની પ્રસૂતિ એમ્બ્યુલન્સમાં જ કરાવવાની ફરજ પડી હતી.

108 એમ્બ્યુલન્સમાં જ બંને સ્ટાફ દ્વારા મહિલાની સફળ પ્રસૂતિ કરવામાં આવી હતી. જોકે મહિલાને અધૂરા મહિના હોવાને કારણે જન્મેલ બાળક રડતું ન હતું તથા ધબકારા મળતા ન હતા. તેમજ શ્વાસોશ્વાસની ક્રિયા પણ ચાલુ ન હતી. જેથી 108 ઇમર્જન્સીના સ્ટાફે જેઓ જીવીકે ઇ.એમ.આર.આઈ સંસ્થા દ્વારા આપેલ ટ્રેનિંગ તથા જ્ઞાનનો ઉપયોગ કરી તથા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઉપર હાજર ડોક્ટર પરમારની ટેલિફોનિક સલાહ પ્રમાણે જરૂરી ઇન્જેક્શન તથા (બીવીએમ) એટલે કે કૃત્રિમ શ્વાસ આપી તથા સીપીઆર એટલે કે હૃદયનું પમ્પિંગ કરીને બાળકનું જીવન બચાવ્યું હતું. જબુગામ હોસ્પિટલ પહોંચતા નવજાત શિશુનું રડવાનું પણ ચાલુ થઇ ગયું હતું.

જબુગામ હોસ્પિટલ પહોંચતાં જ ડોક્ટરે બાળકની હાલત વધુ ગંભીર છે તેમ જણાવતાં બાળકને તાત્કાલિક સંગમ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યુંં હતું. હોસ્પિટલના સ્ટાફ તથા દર્દીના પરિવારજનોએ 108 ઇમરજન્સી સેવાના કર્મીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...