તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:પાવીજેતપુર તાલુકામાં 16 રસીકરણ કેન્દ્રો ઉપર 1050 શિક્ષકો તેમજ કર્મચારીઓને રસી મૂકાઇ

પાવીજેતપુર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાવીજેતપુર તાલુકામાં શિક્ષકોને કોરોના વિરોધી રશી મુકાઈ. - Divya Bhaskar
પાવીજેતપુર તાલુકામાં શિક્ષકોને કોરોના વિરોધી રશી મુકાઈ.
 • પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ લાભ લીધો

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 1050 જેટલા શિક્ષકો તેમજ કર્મચારીઓને 16 જેટલા રસી કેન્દ્રો ઉપર રસી મૂકવામાં આવી હતી.પાવીજેતપુર તાલુકા હેલ્થ ઓફિસરના જણાવ્યા મુજબ હેલ્થ વિભાગના તમામ કર્મચારીઓનું પહેલા તબક્કામાં કોરોનાની રસી આપવાનું અભિયાન પૂર્ણતાના આરે છે. ત્યારે સરકારની યોજના બીજા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરાનાની રસી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે પાવી જેતપુર તાલુકા ની 175 જેટલી પ્રાથમિક શાળાના 801 જેટલા શિક્ષકોને 16 જેટલી વિવિધ ગ્રુપ શાળાઓ ઉપર રસીકરણ કેન્દ્ર બનાવી રસી આપવામાં આવી હતી.

તેમજ પાવી જેતપુર તાલુકા ની 16 જેટલી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને કર્મચારીઓને પણ જે રસીકરણ સેન્ટર નજીક પડતું હોય ત્યાં રસી મૂકવામાં આવી હતી. પ્રાથમિક વિભાગમાં શિક્ષકોનું રજિસ્ટ્રેશન પાવીજેતપુર હેલ્થ વિભાગ દ્વારા કરાયું હતું જ્યારે માધ્યમિક વિભાગનાં શિક્ષકો, કર્મચારીઓનું રજીસ્ટ્રેશન જીલ્લા કક્ષાએથી કરવામાં આવ્યું હતું. જે ગુરુવારે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો ઉપર મેસેજ આવતા મહત્તમ શિક્ષકોએ રસી લીધી હતી.

તાલુકા હેલ્થ ઓફિસર ના જણાવ્યા મુજબ 1050 પ્રાથમિક, માધ્યમિક, અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો, કર્મચારીઓએ રસી લીધી હતી. જેમાં કોઈને આડ અસર જણાઈ ન હતી. રસીકરણની સાથે સાથે તેઓને ગોળી પણ આપવામાં આવતી હતી જેથી કરી કોઈ આડઅસર ઊભી ન થાય. આમ, પાવીજેતપુર તાલુકાની 175 પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ 16 માધ્યમિક, ઉ.મા.શાળાના શિક્ષકો મળી કુલ 1050 જેટલા શિક્ષકોને કોવિશીલ્ડની રસી મૂકાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો