ડેમમાં ન્હાવાનું પડ્યું મઘું:છોટા ઉદેપુરના પાવી જેતપુરના ભાભર ડેમમાં યુવાન ડૂબ્યો, SDRFની ટીમે યુવકની લાશ બહાર કાઢી

છોટા ઉદેપુર19 દિવસ પહેલા

છોટા ઉદેપુર જીલ્લાના પાવી જેતપુરના તાલુકાના ભાભર ડેમમાં ગઈકાલે સાંજે સંદીપ બારીયા નામનો યુવક ન્હાવા પડ્યો હતો. ન્હાતી વખતે તેના પગ ડેમની ચીકણી માટીમાં ખૂપી જતાં તે બહાર નીકળી શક્યો ન હતો અને ભાભર ડેમના પાણીમાં ડૂબી ગયો, આ વાતની જાણ આખા ગામમાં થતા યુવકને બહાર કાઢવા લોકો ડેમ પર પહોંચી ગયા અને પ્રયત્ન હાથ ધર્યા, પરંતુ સંદીપનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો, આખરે પાવી જેતપુરના મામલતદારને જાણ થતાં મામલતદારે એસ.ડી.આર. એફ.ની ટીમને બોલાવી હતી, આજે વહેલી સવારથી જ એસ.ડી.આર.એફ.ની ટીમે સંદીપની શોધ ખોળ હાથ ધરી હતી, આખરે પાંચ કલાકની ભારે જહેમતબાદ સંદીપની લાશ ભાભર ડેમમાંથી બહાર કાઢી હતી અને લાશને પોસ્ટ મોર્ટમ માટે પાવી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતા.

અન્ય સમાચારો પણ છે...