છોટાઉદેપુર તાલુકાના મૂળ ખજૂરીયા ગામનો આદિવાસી યુવાન અને હાલ છોટાઉદેપુરનો રહેવાસી રવિ કિરીટભાઈ રાઠવા આવનારા દિવસોમાં માઉન્ટ એવરેસ્ટ સર કરશે તેવી તૈયારીઓ બતાવી છે. જે જિલ્લા અને આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે. જિલ્લામાંથી આ યુવાન માઉન્ટ એવરેસ્ટ જનારો પ્રથમ યુવાન છે.
ગુજરાત રાજ્યમાં આદિવાસી પછાત ગણાતો છોટાઉદેપુર જિલ્લાનો યુવાન માઉન્ટ એવરેસ્ટ સર કરશે. માઉન્ટ એવરેસ્ટ વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે. આ યુવાન અત્યાર સુધી પર્વતારોહકના ક્ષેત્રે ઘણા મેડલ પણ મેળવી ચુક્યો છે. અને હવે મક્કમ ઈરાદા સાથે યુવાને આ તૈયારી બતાવી છે.
માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનું નક્કી કર્યું
ભૂતકાળમાં કરેલી સખત મહેનતનું તેને ફળ મળ્યું છે. આજે આ યુવાને છોટાઉદેપુર જિલ્લાનું અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. માઉન્ટ એવરેસ્ટ પર્વત હિમાલયનો એક ભાગ છે, જેને નેપાળના સ્થાનિકો 'સ્વર્ગની ટોચ' તરીકે ઓળખે છે. છોટાઉદેપુરના આ આદિવાસી યુવાન રવિએ વિશ્વના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનું નક્કી કર્યું છે.
જિલ્લામાંથી આ યુવાન માઉન્ટ એવરેસ્ટ જનારો પ્રથમ યુવાન
સેંકડો સાહસિકો દર વર્ષે એવરેસ્ટ પર ચઢવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમાં સફળ થવા માટે માત્ર થોડા જ લોકો નસીબદાર છે. વિશ્વની ટોચ પર ઊભા રહેવું અને હિમાલયની અજાયબીઓની સાક્ષી બનવું એ એક રોમાંચક અનુભવ છે. હિમાલય સર કરવા સરકાર છોટાઉદેપુરના આ યુવાનને પ્રોત્સાહિત કરી મદદ કરે તેવી આદિવાસી સમાજની લાગણી છે.
2018થી મેં પર્વતો ઉપર ચઢવાની શરૂઆત કરી
હું છોટાઉદેપુર વિસ્તારમાંથી આવું છું મારો જન્મ આદિવાસી વિસ્તારમાં થયો છે. જે ગર્વની વાત છે. 2018થી મેં પર્વતો ઉપર ચઢવાની શરૂઆત કરી હતી. છોટાઉદેપુર વિસ્તારની આસપાસ ઘણા પર્વતો છે ત્યાં જ મારી ટ્રેનિંગની 5 વર્ષથી શરૂઆત થઈ છે. અને મારા પર્વતારોહણની શરૂઆત ત્યાંથી જ થઈ છે. મારા સ્કૂલ ટ્રેકિંગ પ્રોગ્રામમાં જ્યારે મેં હિમાલય જોયો હતો તે વખતે મારી ઝંખના વધી ગઈ હતી. ત્યાંથી એવું લાગ્યું કે નીચેથી આટલી સરસ દુનિયા દેખાતી હશે તો માઉન્ટ એવરેસ્ટ ઉપરથી આ દુનિયા કેવી દેખાતી હશે. ત્યારથી આ સપનાની શરૂઆત થઈ.
માઉન્ટ એવરેસ્ટ સર કરવા મારી ટ્રેનિંગ હિમાલય ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ સિક્કિમ જે વેસ્ટ બંગાળમાં આવેલું છે ત્યાંથી થઇ. પર્વતારોહણને લગતી તમામ ટ્રેનિંગ લીધી છે. એન ડી આર એફ જેવા કોર્સ પણ કર્યા છે. મેરેથોનમાં પણ 100 કિમી સુધી દોડ્યો છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.