આયોજન:કેવડિયા ખાતે આજે વિશ્વ મધમાખી દિવસનો કાર્યક્રમ

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 રાજ્યોમાં 7 જગ્યાએ મધ ટેસ્ટિંગ લેબ શરૂ થશે

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા નર્મદા ટેન્ટ સિટી-2, એકતા નગર, નર્મદા, ગુજરાત ખાતે 20મી મેના રોજ વિશ્વ મધમાખી દિવસ પર એક વિશાળ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર 5 રાજ્યોમાં 7 સ્થળોએ સ્થાપિત મધ ટેસ્ટિંગ લેબ અને પ્રોસેસિંગ યુનિટનું પણ ઉદ્ઘાટન કરશે.

આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીને દેશના નાના ખેડૂતોને મહત્તમ લાભ આપવાનો છે, જેની પ્રગતિ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે.કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી અને શોભા કરંદલાજે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. વધુમાં આ કાર્યક્રમમાં ગુજરાતના કૃષિ મંત્રી મતેજા વોડેબ, રિપબ્લિક ઓફ સ્લોવેનિયાના રાજદૂત, કોંડા રેડ્ડી ચાવવા, ભારતના એફ.એ.ઓ. પ્રતિનિધિની ગરિમામય ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...