તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોર્ટલનો શુભારંભ:શ્રમયોગીઓએ ઈ-નિર્માણ પોર્ટલ પર બાંધકામ શ્રમિત તરીકે નોંધણી કરાવવી

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજયના બાંધકામ શ્રમયોગીઓના કલ્યાણ અને ઉત્કર્ષ માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેનો લાભ લેવા માટે બાંધકામમાં રોકાયેલા શ્રમિકોએ બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવવી આવશ્યક છે. જેથી છોટાઉદેપુર જિલ્લાના બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને ઇ-નિર્માણ પોર્ટલ પર બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવવા પ્રોજેકટ મેનેજર, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, છોટાઉદેપુરત રફથી અનુરોધ કરાયો છે.

પ્રોજેકટ મેનેજર, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, છોટાઉદેપુર તરફથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ, 1996ની કલમ 18 હેઠળ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના, શિક્ષણ સહાય યોજના, પ્રસૂતિ સહાય યોજના, શ્રમિક પરિવહન યોજના, ધન્વંતરી આરોગ્ય રથ યોજના વગેરે યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ લેવા માટે બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકો દ્વારા બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવવી આવશ્યક છે. આ માટે ગત 8 જૂનના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ઇ-નિર્માણ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો.

નોંધણીની પ્રક્રિયાને સરળ બનાવવા અને તેની સુલભતા વધારવા માટે તેમજ ગુજરાત મકાન બાંધકામ અને અન્ય બાંધકામ શ્રમયોગીઓ જાતે નોંધણી કરી શકે તે માટે ઇ-નિર્માણ પોર્ટલ (https://enirmanbocw.gujarat.gov.in/) અને ગુગલ પ્લેસ્ટોર પરના ઇ-નિર્માણ એપ દ્વરા બોર્ડમાં જાતે નોંધણી કરી શકે. તેમજ જિલ્લાના કોઇ પણ કોમન સર્વિસ સેન્ટર પર જઇ નોંધણી કરાવી શકે છે. બાંધકામ શ્રમયોગીઓની નોંધણીની પાત્રતા 18થી 60 વર્ષની વયમર્યાદા, છેલ્લા 12 મહિનામાં 90 દિવસથી ઓછું ન હોય તેટલા સમય માટે મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત હોવાના પુરાવા સાથે આધારકાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજોમાં રેશનકાર્ડ અને બેંકની વિગત સાથે બોર્ડમાં નોંધણી કરાવી શકશે.

વધુમાં જે બાંધકામ શ્રમિક તરીકે પહેલેથી બોર્ડમાં નોંધાયેલા છે તેવા નોંધાયેલા બાંધકામ શ્રમિકોની વિગતો જેમ કે, આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક ખાતાની માહિતી તથા મોબાઇલ નંબર અધુરી તથા ખુટતી હોવાથી જે તે જિલ્લાના નજીકના CSC સેન્ટર પર અથવા મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે જઇ તમામ ડોકયુમેન્ટ જેવા કે 90 દિવસના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી તરીકે કાર્યના પ્રમાણપત્ર, વયના પુરાવા, આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક ખાતાની માહિતી અને ઓળખના સરકારી દસ્તાવેજો સાથે તથા મોબાઇલ નંબર વેરીફાઇ કરાવીને બાંધકામ શ્રમિક તરીકેનું સ્માર્ટકાર્ડ મેળવી લેવા બાંધકામ શ્રમિકોને પ્રોજેકટ મેનેજર, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, છોટાઉદેપુર તરફથી અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...