તપાસ:ગાંઠિયા ગામના સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવા મહિલાની માગ, સરપંચે ગાળાગાળી તથા ધાક ધમકી આપી હોવાની રાવ

છોટાઉદેપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર તાલુકાના ગાંઠિયા ગ્રામ પંચાયતમાં આવતા ગાબડીયા ગામની વિધવા મહિલા છોટાઉદેપુરના ઝંડાચોક ખાતે નાનકડી ફૂલની લારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જેઓનું ખેતર ગાબડીયા પાસે માણકા ગામની સીમમાં આવેલ છે. જ્યાં ખેતરની બાજુમાં આવવા જવા માટે જૂનો રસ્તો આવેલ છે. પરંતુ સરપંચે રસ્તો માપી આપેલ જે અંગે અમોએ સરપંચ વરશનભાઈ નારસીંગભાઇને ફોન કરી જાણ કરી હતી કે અમારા ખેતરમાં રસ્તો બનાવવા વાળા આવેલ છે. તો બાજુમાં બોર્ડ છે ત્યાં રસ્તો બનાવી આપો.

તેમ કહેતા સરપંચ વરશનભાઈ નારસિંગભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈને મને બિભસ્ત ગાળો બોલી અને કહ્યુ કે તારા ઘરેથી ઊંચકી લાવીશ અને તારા ઘરના બધા માણસોને ઊંચકી લાવીશ. હું આ ગામનો સરપંચ છું. મને ઓળખતા નથી. તું એક વિધવા છે. તને કોઈ કહેવાવાળું નથી. તેમ ધાક ધમકી આપી ફોન ઉપર અસભ્ય રીતે વાત કરી હતી. આપેલ અરજીમાં મહિલાએ વધુમાં જણાવ્યું છે કે હું ઘરે તાળું મારી મારા બાળકોને લઈને છોટાઉદેપુર આવતી હતી અને સરપંચ વરસનભાઈ મારા ઘરે સાંજના 4 વાગે આવ્યા હતા. ત્યારે હું મારા બાળકોને લઈને ઘરે ગઈ હતી. ત્યારે સરપંચે કહ્યું હતું કે તને અને તારા બાળકોને ઉઠાવીને લઈ જઈશ. તથા ફોન કરી મારી નાખવાની ધમકી આપતો હતો. અને કહેતો હતો કે તારે જેને ફરિયાદ કરવી હોય તેને કર મારું કોઈ બગાડી શકે નહીં હું સરપંચ છું. તેમ દાદાગીરી ભર્યું વર્તન મહિલા સાથે કર્યું હતું.

મહિલાએ જણાવ્યું છે કે મારા ઘરમાં મારા સિવાય કોઈ મોટું નથી. અને મારા બાળકો નાના હોઇ જેથી મારા ઘરમાં આ સરપંચ વિરુદ્ધ કોઈ બોલનાર નથી. જેથી સરપંચ વરસન નારસીંગભાઈ રાઠવા વિરુદ્ધ કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...