તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પંચેલામાં મહુડાના ફુલ વિણવા મુદ્દે મહિલા ઉપર લાકડીથી હુમલો

છોટાઉદેપુર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • એક મહિલા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધાવ્યો

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામના કાળુભાઇ સબુરભાઇ પટેલ તથા તેમની પત્ની લીલાબેન અને છોકરી ભાવના એમ ત્રણે જણા ઓહરીયા તળાવ બાજુ મહુડા વિણવા ગયા હતા. ત્યારે મહુડાના ફુલ કોઇ વ્યક્તિઓ વીણી લઇ ગયા હોવાથી લીલાબેન જોરજોરથી બોલતા હતા.

ત્યારે નજીકમાં રહેતા પુનાભાઇ મનાભાઇ પટેલની પત્ની લાલેબેન તુ કોને કહે તેમ કહી બોલાચાલી કરી બીજા મહુડે ગયેલા ત્યાં મહુડાના છોતરા કાઢી નાખેલા હતા જેથી કાળુભાઇએ આવુ કેમ કરો છો તેમ કહી બોલતા સંજય નવલા પટેલ, સુભાષ પુના પટેલ, અરવિંદ પુના પટેલ, નવલા મના પટેલ તથા જશોદાબેન સંજય પટેલ એકદમ ઉશ્કેરાઇ જઇ મહુડા અમારા છે વીણવા આ બાજુ આવતા નહી તેમ કહી ગાળો બોલી કાળુભાઇની પત્ની લીલાબેનને લાકડીઓ તેમજ ગડદાપાટુનો માર મારી ઇજા કરી હતી. આ સંદર્ભે કાળુભાઇ સબુરભાઇ પટેલે દેવગઢ બારિયા પોલીસ મથકે હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો