તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 30 ફોર્મનો ઉપાડ

છોટાઉદેપુર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા પંચાયતની 26 બેઠકો માટે 94 ફોર્મનો ઉપાડ: ટિકિટ માટે ઉમેદવારોની દોડાદોડી
 • ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હોઇ સમગ્ર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો

રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. તા 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીઓ યોજાનાર છે. જે અંગે ચૂંટણી લક્ષી આગોતરા આયોજનમાં જિલ્લાના રાજકીય આગેવાનો જોતરાઈ ગયા છે. ચૂંટણી લડવા અર્થે ટિકિટ મેળવવા ઇચ્છતા ટિકિટ વાંછુઓમાં દોડાદોડી શરૂ થઈ ગઈ છે.ઘણાએ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં જનસંપર્ક પણ શરૂ કરી દીધો છે. પરંતુ મતદારો બરાબર આવકાર આપતા નથી તેમ ચર્ચાઈ રહ્યું છે.

છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ચૂંટણી 32 બેઠકો ઉપર યોજાનાર છે. જેમાંથી ઉમેદવારી પત્ર ભરવા અર્થે 30 ફોર્મનો ઉપાડ થયો હતો તેમ વહીવટી તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું. છોટાઉદેપુર તાલુકા પંચાયતની 26 બેઠકો માટે 94 ફોર્મનો ઉપાડ થયો હતો. છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુટણીઓ અંગે હજુ રાજકીય પક્ષોએ કોઈ ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. જેથી ટિકિટની માંગણી કરતા ટિકિટ વાંછુઓ સૌ મૂંઝવણમાં મુકાયા છે.

સૌ ઉત્સાહી સંભવિત ઉમેદવારો રાહ જોઇને બેઠા છે કે ક્યારે યાદી બહાર પડે અને અમારો નંબર લાગે. ઘણા ચૂંટણી લડવા ઇચ્છતા જણાવી રહ્યા છે કે અમોને પક્ષ ટિકિટ નહિ આપે તો અમો અપક્ષ ચૂંટણી લડવા અર્થે તૈયાર છે. જેમજેમ ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે. તેમ તેમ રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો