ઉજવણી:કેવડી ટુરિઝમ ખાતે વન્યપ્રાણી સપ્તાહ 2021ની ઉજવણી કરાઈ

છોટાઉદેપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના કેવડી ટુરિઝમ ખાતે વન્યપ્રાણી સપ્તાહ 2021ની ઉજવણી કરવામાં આવી હતી. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લાના કેવડી ટુરિઝમ ખાતે વન્યપ્રાણી સપ્તાહ 2021ની ઉજવણી કરવામાં આવી હતી.
  • વન્ય પ્રાણીઓના હુમલાથી કેવી રીતે બચી શકાય તે અંગે માહિતી અપાઈ
  • વાઈલ્ડ​​​​​​​ લાઈફ રેસ્ક્યુ ટીમને પ્રોત્સાહન રૂપે પ્રમાણ પત્રો એનાયત કરાયા

છોટાઉદેપુર જિલ્લાના પ્રખ્યાત કેવડી ટુરિઝમ ખાતે તા. 2થી 8 ઓક્ટોબર અંતર્ગત વન્ય પ્રાણી સપ્તાહ 2021ની ઉજવણી છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. છોટાઉદેપુર તાલુકાના કેવડી બીટના ઇકોટુરિઝમ ખાતે ગુરુવારે 11:00 કલાકે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાંસદ ગીતાબેન રાઠવા તથા અન્ય મહાનુભાવો દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમને પ્રોત્સાહન પ્રમાણ પત્ર આપવામાં આવ્યા હતા.

તથા વન્ય પ્રાણી દ્વારા માલ ઢોર મારણ/ઇજાના વળતર કેશના લાભાર્થીઓને વળતર સહાયની રકમ, નિર્ધુમ ચૂલા વગેરે વિતરણ કરવામાં આવ્યા હતા. આજુબાજુના ગામડાઓ સાથે અંદાજિત 400 જેટલા માણસોને ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈ વન્ય પ્રાણીના રહેણાક, ખોરાક અને જીવનશૈલી અંગે વિવિધ મુદ્દાઓ સહિત સમજ આપી તેનું રક્ષણ સંવર્ધન અને માનવ હુમલાથી કેવી રીતે બચી શકાય કે અટકાવી શકાય તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારી અને પદાધિકારીના હસ્તે વૃક્ષારોપણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.યોજાયેલ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક એચ એસ પટેલ, મદદનીશ વન સંરક્ષક ડી. એફ. ગઢવી, કે. એમ. બારીયા આદિજાતિ નિગમ ડિરેકટર જશુભાઈ રાઠવા, માજી ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, માધ્યમિક શાળા શિક્ષણ સમિતિના સભ્ય મુકેશભાઈ પટેલ વન વિભાગ રેંજના અધિકારીઓ વન વિભાગના રોજમદારો વન મંડળીના પ્રમુખ, મંત્રીઓ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...