છોટાઉદેપુર એસઓજી પી આઈ જે.પી.મેવાડા અને સ્ટાફના માણસો અંગત બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે (1) સુજીતભાઇ સુનીલભાઇ બિશ્વાસ ઉ.વ. 40 હાલ રહે બજાર ફળીયા દેહવાંટ ગામ તા. જિ. છોટાઉદેપુર મુળ રહે, ફુલતલા તા. હાબડા નોર્થ 24 પર્ગનાસ પશ્વિમ બંગાળ – 743263 (2) બિપ્લવ સુધીરભાઇ બિશ્વાસ ઉ.વ. 48 ધંધો ડોક્ટરની પ્રેક્ટીસ હાલ રહે બજાર ફળીયા દેહવાંટ ગામ તા. જિ. છોટાઉદેપુર મુળ રહે, બરાલીયા રોડ તા. હાબરા નોર્થ 24 પર્ગનાસ પશ્વિમ બંગાળ – 743271 (3) વિકાસભાઇ અકુલભાઇ બિશ્વાસ ઉ.વ. 45 હાલ રહે. રંગપુર પટેલ ફળીયા તા.જિ. છોટાઉદેપુર મુળ રહે, રાજાપુરા, આરંઘાટા તા. કીષ્ણનગર જિ. નદીયા
પશ્વિમ બંગાળ વાળાઓ ધોરણ 12 પાસ હોય જે છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દેવહાટ તથા રંગપુર ગામમા કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના બોગસ દવાખાના ચલાવે છે. અને ડોકટરી કરે છે. જે આધારે પોલીસે તપાસ હાથ ધરતા ઉપરોક્ત ત્રણેય ઝોલછાપ ડોક્ટરો મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ, તથા રોકડ રૂપીયા મળી કુલ.કિ.રૂા. 54,241ના મુદામાલ સાથે રેડ દરમ્યાન ઝડપાઇ ગયા હતા. આ ત્રણેય વિરુદ્ધમા ધોરણસર કાર્યવાહિ કરી રંગપુર પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.