જાહેરનામું:છોટાઉદેપુર જિ.માં હથિયારો ઉપર પ્રતિબંધ ફરમાવાયો

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું

છોટાઉદેપુર જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા તેમજ જાહેર શાંતિ અને સલામતિ જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી જિલ્લામાં હથિયારો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેરનામામાં જણાવ્યાનુસાર સમગ્ર છોટાઉદેપુર જિલ્લો અથવા છોટાઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. 26 ઓક્ટોબરથી તા. 24 ડિસેમ્બર (બંને દિવસો સહિત) શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટી, બંદુક, ખંજર (અઢી ઇંચથી વધારે લાંબું છેડેથી અણીવાળું પાનું હોય) જેવા ચપ્પા તથા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી ચીજો લઇ જવાની કે અન્ય રીતે સ્વબચાવ સિવાય સાથે રાખીને ફરવાની મનાઇ કરવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 135 હેઠળ અને ભારતીય ફોજદારી અધિનિયમ 1960ની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...