વાહન ચાલકો મુશ્કેલીમાં:સાધલી-કાયાવરોહણ રોડ પર પાણી ફરી વળ્યાં, સાધલી-વડોદરાનો વાહન વ્યવહાર બંધ

સાધલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાધલી પાસે સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યું છે. - Divya Bhaskar
સાધલી પાસે સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યું છે.
  • માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયાં

સાધલી-કાયાવરોહણ-પોરનો સ્ટેટ હાઈવે આવેલો છે. તેમાં સાધલી પાસેનું નાળુ નીચુ હોવાના કારણે વર્ષોથી પાણી રોડ પર ફરી વડે છે અને રસ્તો બંધ થઈ જાય છે. જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. વડોદરા માર્ગ અને મકાન વિભાગમાં આવેલ પોર-કાયાવરોહણ-સાધલી-સાધલીનો સ્ટેટ હાઈવે આવેલો છે.

તેમાં કાયાવરોહણથી સાધલી વચ્ચે ધણી બધી જગ્યાએ પાણી રોડ પર ફરી વડે છે અને રસ્તો બંધ જાય છે. સાધલી પાસે ભૂખીના નાળાની બાજુમાં પાઈપો વાળુ વર્ષો જૂનુ નાળુ આવેલું છે. આ ભાગ રોડથી નીચો હોવાથી આ નાળા પર પાણી ફરી વળતુ હોય છે. પાણી ફરી વળતા સાધલી-વડોદરાનો વાહન વ્યવહાર બંધ થઈ જાય છે. સાધલી પંથકનો તમામ વ્યવહાર વડોદરા સાથે સંકળાયેલો છે.

તેમજ સ્કૂલ-કોલેજ-આઈટીઆઈ, અન્ય ક્લાસ કરવા જતાં તથા નોકરીયાત વર્ગ ખુબ જ હેરાન થાય છે. જેથી આ નાળુ પાઈપોના બદલે આખુ સ્લેબ વાળુ નવુ આરસીસી બનાવવામાં આવે અને રોડને ઊંચો લેવામાં આવે તો કાયમી પાણી ભરાવાનો પ્રશ્ન હલ થાય તેમ છે. તેવી જ રીતે સાધલી-માલસર રોડ પર મીઢોળ બસ સ્ટેન્ડથી નાળા સુધી ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે.

જેથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ નાળુ તાત્કાલીક ઊંચુ કરવામાં આવે એવી સમગ્ર પથંકના લોકોની માગ છે. આ બાબતે ધારાસભ્ય તથા સાસંદ સભ્ય અને ચૂંટાયેલા પદાધિકારીઓ પ્રજાને પડતી મુશ્કેલીઓ દૂર કરાવે એવી લોકમાગ છે.

અન્ય સમાચારો પણ છે...