વડોદરા પ્રતાપ નગર રેલવે સ્ટેશનથી છોટાઉદેપુર આવતી રેલવે ટ્રેન દિવસમાં 4 વખત છોટાઉદેપુરથી વડોદરા આવ જાવ કરે છે. જ્યારે સાંજની ટ્રેન છોટાઉદેપુર થઈ મધ્ય પ્રદેશના અલીરાજપુર સુધી પણ જાય છે. કોરોના કાળ શરૂ થતાં બે વર્ષ જેવો સમય રેલવે બંધ રહી. પરંતુ પુનઃ શરૂ થઈ ગઈ છે. રેલવેના પાટા હવે ધમધમી ઉઠ્યા છે. અને પ્રજાને પડતી મુસાફરી અર્થની તકલીફો દૂર થઈ છે. જે સારી વાત છે.
પરંતુ છોટાઉદેપુર થઈ વડોદરા જતી બ્રોડગેજ રેલવે માત્ર વડોદરાના પ્રતાપ નગર રેલવે જંકશન સુધી જ જાય છે. ત્યાંથી વડોદરાના મુખ્ય રેલવે સ્ટેશને પહોંચતી નથી. જે મુખ્ય મથક સુધી લંબાવવામાં આવવામાં આવે તેવી પ્રજાની પ્રચંડ માંગ ઉઠી છે. વડોદરા પ્રતાપ નગર રેલવે સ્ટેશનથી છોટાઉદેપુર અને એ દરરોજ સવાર સાંજ 4 સમયે ટ્રેન મુસાફરોને ભરીને આવતી જતી હોય છે. જેમાં વડોદરા તથા છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ, ખેડૂતો, વેપારીઓ મુસાફરી કરતા હોય છે. અને નોકરી ધંધા તથા શિક્ષણ માટે અવર જવર અર્થે દરેક તાલુકાઓમાં રેલવેનો સહારો લેતા હોય છે.
જ્યારે મધ્યમ વર્ગ અર્થે રેલવેની મુસાફરી આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. દરેક સ્ટેશન ઉપર ઉભી રહેતી રેલવે મુસાફરોને સરળતાથી સમય સર પિકપ કરી શકે છે. પરંતુ રેલવે હાલના તબક્કે વડોદરા પ્રતાપ નગર રેલવે સ્ટેશન સુધી પહોંચતા મુસાફરોને મુખ્ય સ્ટેશન સુધી પહોંચવા તથા શહેરમાં જવાનું મોંઘુ પડી રહ્યું છે.
મુસાફરોને બીજી ટ્રેન પકડવા રઝળ - પાટ કરવો પોષાતો નથી
છોટાઉદેપુરથી વડોદરા જતી બ્રોડગેજ રેલવે ટ્રેન માત્ર વડોદરા પ્રતાપનાગર રેલવે સ્ટેશન સુધી જાય છે. હવે મુસાફરોની સમસ્યા એ છે કે ધંધો વેપાર, શિક્ષણ, સારા ખોટા પ્રસંગ અર્થે શહેરમાં જવાનું હોઇ તથા સમયનો અભાવ હોઇ જેના કારણે પ્રતાપ નગરથી રીક્ષા ભાડું ખર્ચીને શહેરમાં જવું પડતું હોય છે. જે મોંઘુ થઈ પડે છે. જ્યારે મુખ્ય સ્ટેશનથી લાંબી મુસાફરી અર્થે અન્ય રાજ્યમાં કે શહેરમાં જવું હોય તો બીજી ટ્રેન પકડવાની હોય છે. જે રાઝળ પાટ પોષાતો નથી. જેથી ઘણા મુસાફરો ટ્રેનમાં આવવાનું ટાળે છે. અને ખાનગી વાહનો તથા બસનો સહારો લે છે. અને ચાર ગણા વધુ નાણાં ખર્ચે છે. અને જે ખર્ચો પોષાય તેમ નથી જેના કારણે વેપારીઓ તથા વિદ્યાર્થીઓને પણ આર્થિક નુકસાન જાય છે. અને વધુ મુસાફરો ન આવતા સરકારને ભાડામાં પણ નુકસાન જાય છે.
ખાનગી વાહનો વાળાને લીલા લહેર, સરકારને નુકસાન
થોડા સમય અગાઉ રેલવે મુસાફરીનું ભાડું સરકારે વધાર્યુ છે. છતાં પણ એસ ટી બસ તથા ખાનગી વાહનોના ભાડા કરતા સસ્તું છે. પરંતુ વડોદરા શહેરના મુખ્ય સ્ટેશન ઉપર ટ્રેન નહિ પહોંચતા ના છૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. જેનાથી ખાનગી મુસાફરો વાહતુક કરતા વાહનો મો માંગ્યા નાણા મુસાફરો પાસે ઉઘરાવતા હોય છે. અને ના છૂટકે આપવા પડે છે. અને ખાનગી વાહનોમાં બેસવાની પણ તકલીફ પડે છે. ઘેટાં બકરાની જેમ મુસાફરો ભરવામાં આવે છે. ખાનગી વાહનો વાળને લીલા લેર થાય છે. જ્યારે સરકારને નુકસાન થાય છે. જેથી મુખ્ય સ્ટેશન સુધી રેલવે લંબાવવામાં આવે તેવી પ્રજાની પ્રબળ માંગ ઉઠી છે.
છોટાઉદેપુર થઇ અલીરાજપુર જતી રેલવે રેગ્યુલર કરવી જરૂરી
કોરોના કાળ પહેલા ટ્રેનના રૂટ રેગ્યુલર ચાલતા હતા. જે લોકડાઉનમાં બંધ થઈ ગયા હતા. હવે પુનઃ જનજીવન ધબકતું થયું છે. અને ટ્રેનમાં મુસાફરી કરતા લોકો સસ્તું ભાડું અને સલામત મુસાફરીનો આગ્રહ રાખતા હોય છે. જેથી સરકારે આવનાર બજેટમાં બંધ પડેલા રેલવે રૂટ પુનઃ પહેલાની શરૂ કરી દેવા જોઈએ. છોટાઉદેપુરથી વડોદરા પ્રતાપ નગર સ્ટેશન ઉપર જતી રેલવે મુખ્ય સ્ટેશને જતી નથી. જેના કારણે મુખ્ય સ્ટેશને તથા શહેરમાં જવામાં મુસાફરોને તકલીફ પડે છે. અને ટ્રેનમાં મુસાફરો ઓછા બેસે છે. પરિણામે સરકારને ભાડા બાબતે નુકસાન જાય છે. - નારણભાઈ રાઠવા, રાજ્ય સભા સાંસદ તથા મા. રેલ રાજ્ય મંત્રી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.