ભાસ્કર વિશેષ:જાંબુઘોડા-રતનમહાલ રીંછ અભયારણ્ય વિસ્તારમાં ઈકો સેન્સેટિવ ઝોનમાં આવતા ગામોનું રક્ષણ-સંવર્ધન કરાશે

છોટાઉદેપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર ઇકો ટુરિઝમ કેવડી ખાતે વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને રહેઠાણ અંગે 4 દિવસીય સેમિનારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. - Divya Bhaskar
છોટાઉદેપુર ઇકો ટુરિઝમ કેવડી ખાતે વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને રહેઠાણ અંગે 4 દિવસીય સેમિનારનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
  • રીંછના રહેઠાણ, માનવ પર હુમલો અટકાવવા 4 દિવસીય સેમિનારનો પ્રારંભ

છોટાઉદેપુર તાલુકાના કેવડી ખાતે આવેલ વન વિભાગના ઇકો ટુરિઝમ સેન્ટર કેવડી ખાતે રવિવાર તા 9ના રોજવન્ય પ્રાણીઓના સંરક્ષણ અને રહેઠાણ અંગે 4 દિવસના સેમિનારનું આયોજનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વન્ય પ્રાણી રીંછના રહેઠાણ અને માનવ પર હુમલો અટકાવવાના હેતુથી આ સેમિનારનું આયોજન કરાયું હતું.

છોટાઉદેપુર વન વિભાગના છોટાઉદેપુર રેંજમા આવતા ઈકોટુરીઝમ સેન્ટર કેવડી ખાતે વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને રહેઠાણ અંગે 4 દિવસનો સેમિનારનો રવિવારથી પ્રારંભ કરવામા આવ્યો છે. જેમાં હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ અને વન વિભાગ છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે અને IUCN સ્લોથબીયર એક્સપર્ટ ટીમ અને 20 રીસર્ચર જુદા જુદા રાજ્યોમાંથી ભાગ લીધો છે. અને ગુજરાત રાજ્યના એવા વિસ્તાર કે જેમા રીંછની વસ્તી છે.

એવા ડીવીઝનમાંથી 20 જેટલો ફોરેસ્ટ સ્ટાફ સહિત છોટાઉદેપુર નાયબ વન સંરક્ષક ડો. ધવલકુમાર એફ. ગઢવી તથા પ્રોફેસર ડો. નિશીથ ધારેયા પાટણ યુનિવર્સિટી દ્વારા છોટાઉદેપુર ફોરેસ્ટ વન પ્રાણી રીંછ કોરિડોર વિસ્તારનું રિસર્ચ અને રીંછના રહેઠાણ તથા માનવ હુમલો અટકાવવાના હેતુથી સેમિનાર યોજવામા આવેલ છે. જેમા જાંબુઘોડા અને રતનમહાલ રીંછ અભયારણ્ય વિસ્તાર વચ્ચેનો કોરિડોરનું સર્વે કરી ઈકો સેન્સેટિવ ઝોનમાં આવતા ગામોનું રક્ષણ અને સંવર્ધન કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...