પર્યાવરણીય લોક સુનાવણી:પાવી જેતપુર તાલુકાના પાલીયા ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પહેલ, રેતી ખનનનો ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો

છોટા ઉદેપુર5 દિવસ પહેલા

છોટા ઉદેપુર જીલ્લામાં હાલમાં રેતી ખનન એક માત્ર સૌથી મોટો ઉદ્યોગ છે, જે ખૂબ મોટાપાયે ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા જ ભારજ પાલીયા નદીમાં તેમજ વાઘવા ગામની નદીની સીમમાં રેતીના બ્લોક ફાળવવામાં આવ્યા છે. જેને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પોલ્યુશન સર્ટિફિકેટ આપવા માટે લોક સુનાવણી રાખવામાં આવી હતી.

કોઇપણ સંજોગોમાં આ રેતીની લીઝ નહિં ચાલવા દેવાની ચીમકી
પાલીયા ખાતે છોટા ઉદેપુર જીલ્લાના અધિક કલેકટર ડી.કે.બારીયાની અધ્યક્ષતામાં આ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં રેતીની લીઝને મંજૂરી આપવામાં આવે તો પાણીના સ્તર નીચે જતાં રહેવાની સંભાવના ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત રોડ તૂટી જવાની, અકસ્માત થવાની પણ દહેસત વ્યક્ત કરાઈ હતી. તેથી ગ્રામજનોએ સખત વિરોધ નોંધાવ્યો હતો. જેને લઇને ગ્રામજનો દ્વારા કોઇપણ સંજોગોમાં આ રેતીની લીઝ નહિં ચાલવા દેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...