ગુલ્લીબાજની બદલી કરવા માગ:છોટા ઉદેપુરની પ્રાથમિક શાળાના અનિયમિત શિક્ષકોને લઇને ગ્રામજનો આકરા પાણીએ, તાળાબંધીની ચીમકી ઉચ્ચારી

છોટા ઉદેપુર15 દિવસ પહેલા
  • આચાર્ય અને બે શિક્ષકો અનિયમિત રહેતા બાળકોના અભ્યાસ પર અસર

છોટા ઉદેપુર જીલ્લાના મોટી ટોકરી ખાતે 1થી 8 ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં 8 જેટલા શિક્ષકોની મહેકમ છે, જે તમામ ભરાયેલ છે. ગામના બાળકો નિયમિત શાળાએ શિક્ષણ મેળવવા જાય છે, પરંતુ છેલ્લા ચારેક વર્ષથી શાળાના આચાર્ય અને બે શિક્ષકો અનિયમિત રહેતા ગામના અભ્યાસ કરતા બાળકોમાં અભ્યાસ પર તેની અસર પડી રહી છે.

એક મહિના અગાઉ લેખિતમાં રજૂઆત કરી હતી
ગામના બાળકોને સારું શિક્ષણ મળે તે માટે ગામમાં લોકો પણ એટલી જ કાળજી રાખી રહ્યા છે. અને આ ત્રણે ગુલ્લેબાજ આચાર્ય અને શિક્ષકોને સમજાવવા છતાં કોઈ પરિણામ મળ્યું ન હતું જેને લઇને તેઓએ જીલ્લા શિક્ષણાધિકારીને એક મહિના અગાઉ લેખિતમાં અરજી કરીને રજૂઆત કરી હતી. તેમ છતાં શિક્ષકો કે આચાર્ય સુધર્યા ન હતા. જેથી બે દિવસ પહેલા ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી
જ્યારે દિવ્ય ભાસ્કરે ગામની મુલાકાત લીધી ત્યારે ગ્રામજનોએ બળાપો કાઢતા જણાવ્યું હતું કે ગુરુવાર સુધીમાં ત્રણેય ગુલ્લીબાજ શિક્ષકોની બદલી નહિ કરાય તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...