4 કેરેટ દૂધ ભૂંડ પી ગયા:નસવાડી કુમાર શાળામાં દૂધના પાઉચ ભૂંડ પીતા હોય તેવો વીડિયો વાયરલ; તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો

છોટા ઉદેપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

નસવાડીની પ્રાથમિક કુમાર શાળામાં ઓટલા ઉપર મુકવામાં આવેલા દૂધ સંજીવનીના 4 કેરેટ દૂધ ભૂંડ પી જતા હોવા અંગે વીડિયો વાયરલ થતા તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.

શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોને પોષણ મળે તે હેતુથી સરકાર દ્વારા બાળક દીઠ દૂધના પાઉચનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ વિસ્તરણ વ્યવસ્થામાં ખામી હોવાના કારણે બાળકોને બદલે ભૂંડ દૂધ પી જતા હોવાનો વીડિઓ વાયરલ થયો છે.

આ વીડિઓ નસવાડીની કુમાર શાળાનો છે. આ શાળાના 200 જેટલા બાળકોને પોષણ યુક્ત દૂધ, દૂધ સંજીવની યોજના અંર્તગત આપવામાં આવે છે. પરંતુ દૂધ વિતરણની વ્યવસ્થાના માણસો દ્વારા શાળાના ઓટલા ઉપર દૂધના 5 કેરેટ મૂકી દેવામાં આવ્યા હતા. આ કેરેટ જોઈને ભૂંડ ત્યાં પહોંચીને બાળકોને પોષણ આપવા માટે લાવવામાં આવેલો દૂધ પી રહ્યા હતા. આ દૃશ્ય નસવાડીના જ એક જાગૃત નાગરિકે જોતા તેઓએ વીડિઓ બનાવીને વાયરલ કરતા તંત્રની બેદરકારી સામે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...