ભાસ્કર વિશેષ:છોટાઉદેપુર જિલ્લામાં 10 લાખથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે દેશમાં રસીકરણ 100 કરોડને પાર જતા ઉજવણી કરાઇ   હતી. કોરોના યોદ્ધાઓને ફૂલહારથી અભિવાદન કરવામા આવ્યું હતું. - Divya Bhaskar
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે દેશમાં રસીકરણ 100 કરોડને પાર જતા ઉજવણી કરાઇ હતી. કોરોના યોદ્ધાઓને ફૂલહારથી અભિવાદન કરવામા આવ્યું હતું.
  • છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં દેશમાં રસીકરણ 100 કરોડને પાર જતાં ઉજવણી કરાઇ

સમગ્ર દેશમાં ચાલી રહેલાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત રસીકરણનો આંકડો સો કરોડ થવાના ઉપલક્ષમાં જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી ગાંગાસિંગ તેમજ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામા આવી હતી. કાર્યક્રમની ઉજવણી દરમિયાન જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા દ્વારા કોરોના યોદ્ધાઓનું ફૂલહારથી અભિવાદન કરવામા આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લામાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કરવામાં આવેલી રસીકરણ અંગેની કામગીરીની સરાહના કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિકટ પરિસ્થિતિમાં પણ કરેલ રસીકરણની કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓની ફરજ પરસ્તીની ભારોભાર પ્રશંસા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં દસ લાખ ઉપરાંત નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ. આર. ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક, તાલુકા આરોગ્ય અધિકારી, કર્મચારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...