તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:છોટાઉદેપુરમાં પથ્થરની ખાણોમાં કામ કરતી 70 વ્યક્તિનું રસીકરણ

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 જેટલી પથ્થરની ખાણોમાં 2 હજાર શ્રમિકો-કર્મીઓ કામ કરે છે
  • શ્રમિકોની ગેરસમજ દૂર કરી રસી લેવા માટે અપીલ કરાઈ

છોટાઉદેપુર તાલુકામાં 20 જેટલી ડોલોમાઈટ પથ્થરની ખાણો કાર્યરત છે. જેમાં કુલ થઈને 2 હજાર જેટલા શ્રમિકો તથા કર્મચારીઓ કામ કરતા હોય છે. જેઓને કોરોના સામે રક્ષણ મળે તે હેતુથી તારીખ 26 જૂનના રોજ કોરોના વિરોધી રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત છોટાઉદેપુર પંથકના દડી ગામના માઈનીંગ વિસ્તારમાં માઈનીંગ એસોસિએશન તથા ખાણ ખનીજ વિભાગ અને લીઝ (ખાણ) માલિકોના સહયોગથી વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. રવિવારે અંદાજીત 70 જેટલા શ્રમિકોને રસી મુકાઈ હતી.

છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા દડી ગામના માઇન્સો પર કામ કરતા મજદૂર-સુપરવાઈઝર તેમજ આ વિસ્તારના લોકોની રસીકરણ પ્રત્યેની ગેરસમજ દૂર કરી માઈનીંગ એસોસિએશનના પ્રમુખ મહમદ યુસુફ મલા દ્વારા અથાગ પરિશ્રમ કરી દરેક માઈનીંગ શ્રમિક લોકોને રસીકરણ કરાવવા સમજાવ્યા હતા અને રવિવારે 70 જેટલા શ્રમિકોએ રસી લીધી હતી. અંતરિયાળ વિસ્તારમાં પથ્થરની ખાણોમાં કામ કરતા શ્રમિકોમાં હાલમાં પણ કોરોના વિરોધી રસીકરણ અર્થે ગેરસમજ હોય જેને માઇનિંગ એસોસિએશન દ્વારા દૂર કરવામાં આવી રહી છે અને રસી લેવા અર્થે અપીલ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...