તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:છોટાઉદેપુર જિલ્લામાં મંગળવારે 483 કર્મચારીઓને વેક્સિનેશન

છોટાઉદેપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે રસીકરણ કરાયું હતું. - Divya Bhaskar
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે રસીકરણ કરાયું હતું.
 • છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો

છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા કોરોના આરોગ્ય કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કોરોના વિરોધી રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લામાં મંગળવારના રોજ છોટાઉદેપુર તાલુકામાં 142, પાવીજેતપુર તાલુકામાં 66, બોડેલી તાલુકામાં 60, કવાંટ તાલુકામાં 123, નસવાડી તાલુકામાં 92 કુલ 483 કર્મચારીઓને મંગળવારે કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. છોટાઉદેપુર નગરમાં આવેલ શારદા મેડિકલ સેન્ટરના કર્મચારીઓને પણ કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.

અત્યાર સુધી જિલ્લામાં છોટાઉદેપુર તાલુકામાં 1330 પાવીજેતપુર તાલુકામાં 1033, બોડેલી તાલુકામાં 1092, સંખેડા તાલુકામાં 432, કવાંટ તાલુકામાં 1037, અને નસવાડી તાલુકામાં 836 કુલ કુલ 5760 કર્મચારીઓને અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસી આપવામા આવી છે.

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કોવિડ-19 કેસોમાં મંગળવારના રોજ કોરોનાનો એક કેસ નોંધાયો હતો. જેમાં 70 વર્ષના વૃદ્ધ ગંજી ફળીયા છોટાઉદેપુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેનાથી પ્રજાએ રાહતનો શ્વાસ લોધો છે અને તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 807 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે.

મંગળવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 315 એન્ટીજન અને આરટીપીસીઆર સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં કુલ 776 દર્દીઓ સજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 7 દર્દીઓ એડમિટ છે. અને 24 દર્દી ના મોત થયા છે.

અત્યાર સુધીમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 269 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 214 કેસ નોંધાયા છે. સંખેડા તાલુકા 152 કેસ, કવાંટ તાલુકા 70 કેસ, પાવીજેતપુર તાલુકામાં 57 કેસ, નસવાડી તાલુકામાં 45 કેસ પોઝિટિવ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો