રસીકરણ:પાનવડની હાઈસ્કૂલમાં 245 વિદ્યાર્થીઓનું રસીકરણ

પાનવડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર અને ડર્યા વિના રસી લીધી

કવાટ તાલુકાના પાનવડ ગામની એસ સી શાહ હાઇસ્કૂલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર અને ડર્યા વિના કોરોના વિરોધી રસી લીધી હતી. સાથે સંકલ્પ પણ લીધો હતો કે અમારી આજુબાજુ રહેતા લોકોને પણ રસી લેવા માટે પ્રોત્સાહિત કરીશું. આ પ્રમાણે પાનવડ એસ. સી. શાહ હાઇસ્કૂલ ખાતે 245 વિદ્યાર્થીઓએ રસીકરણ કરાવી હતી.

આ રસીકરણના ત્રીજા દિવસે પાનવડ એસ. સી. શાહ હાઇસ્કુલ ખાતે છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ અધિકારી પવાર સાહેબ હાજર રહી વિદ્યાર્થીઓને વધુમાં વધુ રસી લેવા અનુરોધ કર્યો હતો. આરોગ્ય વિભાગના તમામ સ્ટાફ ખડેપગે રહી રસીકરણને વધુ વેગવંતુ બનાવ્યું હતું. આમ પાનવડ એસ. સી. શાહ હાઈસ્કૂલમાં રસીકરણમાં વિદ્યાર્થીઓ હાજર રહી રસી લીધી હતી. જે બદલ પાનવડ એસ. સી. શાહ હાઇસ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય જે.બી.શાહે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...