સરકાર દ્વારા કોરોના રસીકરણ અભિયાન:કોરોના સામે રક્ષણ મેળવવા રસી લેવી અત્યંત જરૂરી - જિલ્લા કલેકટર

છોટાઉદેપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટર અને ડીડીઓ દ્વારા રસી લેવા આગ્રહ કરાયો

હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારીના સંક્રમણને રોકવા તથા વધી રહેલા કેસોનું પ્રમાણ અટકાવવા સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અંગે સરકાર દ્વારા કોરોના વિરોધી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લો પણ કોરોના વાયરસની મહામારીમાથી બાકાત રહ્યો નથી. ફેલાતા વાયરસના સંક્રમણ ને રોકવા જિલ્લા કલેકટર સુજલ મયાત્રા અને જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ દ્વારા જિલ્લાવાસીઓએ ફરજિયાત કોરોના વિરોધી રસી લેવા આગ્રહ કરવામાં આવ્યો છે.

જિલ્લા કલેકટર સુજલ મયાત્રા જણાવી રહ્યા છે કે જિલ્લામાં કોરોના ટેસ્ટિંગ જરૂરી છે. પરંતુ તેની સાથે સાથે કોરોના સ્વ ભચાવ અર્થે વિરોધી રસી લેવી પણ અત્યંત આવશ્યક છે. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં કોરોના વાયરસનું ફેલાતા સંક્રમણને રોકવા તથા તેનાથી રક્ષણ મેળવવા દરેક વ્યક્તિએ રસી લેવી અત્યંત જરૂરી છે. સરકાર દ્વારા રસીકરણ જાગૃતિ અર્થે દરેક જગ્યાએ પ્રયાસો થઈ રહ્યા છે. અને જિલ્લામાં દરેક જગ્યાએ રસીકરણ અર્થે ની ઝાડપમાં પણ વધારો કરવામાં આવશેછોટાઉદેપુર જિલ્લામાં દરેક જગ્યાએ હાલમાં રસીકરણ જન જાગૃતિ ટેબ્લો દ્વારા પ્રજાને જિલ્લાના દરેક તાલુકામાં ગામડે ગામડે ફરી રસી અર્થે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...