ભાસ્કર વિશેષ:ટીબીનો મૃત્યુ આંક ઘટાડવા સાથે ડેથ એનાલિસીસ કરવા તાકીદ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લા સેવાસદનના સંકલન હોલ ખાતે કલેકટર તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ટીબી ફોરમની મિટિંગ યોજાઈ. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લા સેવાસદનના સંકલન હોલ ખાતે કલેકટર તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ટીબી ફોરમની મિટિંગ યોજાઈ.
  • છોટાઉદેપુર જિલ્લા સેવાસદનના સંકલન હોલ ખાતે ટીબી ફોરમની મીટિંગ યોજાઈ

જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા જિલ્લા સેવાસદન છોટાઉદેપુરના સંકલન હોલ ખાતે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણના અધ્યક્ષ સ્થાને ટીબી ફોરમની મીટિંગ યોજાઈ હતી. યોજાયેલ મીટિંગમાં કલેક્ટરે ટીબી રોગથી થતાં મરણ ઘટાડવા અને તે માટે ડેથ એનાલિસીસ કરવા જણાવ્યું હતું.

જ્યારે WHOનાં પ્રતિનિધિ ડો. હાર્દિક નકસીવાલાએ વડાપ્રધાન ના 2025 સુધીમાં દેશમાંથી ટીબી રોગને નાબૂદી માટે કરેલ આહવાન અને તે માટે એપ્રિલ 2018થી શરૂ કરવામાં આવેલ નિક્ષય પોષણ સહાય અંતર્ગત દરેક ટીબીના દર્દીને દર મહિને 500 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) પદ્ધતિથી આપવામાં આવતી સહાય વિશે વાત કરી હતી. ટીબી રોગ નાબૂદી માટે સાર્વત્રિક રીતે આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલ કર્મચારીઓ, અધિકારીઓ ઉપરાંત સમૂદાયમાંથી ગ્રામ પંચાયતના સભ્યથી માંડીને તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિત સમાજના તમામ જાગૃત નાગરિકો સાથે સંકલન માં રહી સમૂદાયમાંથી ટીબી રોગને વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલ ટીબી નાબૂદી 2025ના કોલને સમય પર સાર્થક કરવા, સ્વસ્થ સમાજના નિર્માણ કાર્યમાં સૌને જોડવામાં આવે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી તેમ જિલ્લા ક્ષય કેન્દ્રના ટીબી એચઆઈવી ઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવાએ જણાવ્યું હતું.

મીટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેશ ચૌધરી, જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, સ્ટેટમાંથી WHO કલ્સન્ટન્ટ ડો. હાર્દિક નકસીવાલા, જિલ્લા પંચાયત છોટાઉદેપુરના આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશસિંહ વાંસદીયા, પ્રાઈવેટ પ્રેક્ટિસનર ડો.ગુણવંત શાહ, સરકારી વકીલ જયપ્રકાશ પુરાણી, જિલ્લા માહિતી અધિકારી ચિમનભાઈ વસાવા તેમજ વિકલ્પ સ્ત્રી સંગઠન તથા મોડ ઇન્ડિયા અને એપી સહિતની એનજીઓનાં પ્રતિનિધિ તથા સાજા થયેલા ટીબીના દર્દી ઓ ઉપરાંત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...