ભાસ્કરવિશેષ:બાળકોની ફરિયાદોનું નિરાકરણ લાવવા તાકીદ કરાઈ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુરમાં 21 શાળાના આચાર્યો- વોર્ડનો સાથે જિલ્લા કલેકટરે બેઠક યોજી
  • શાળામાં અભ્યાસની સાથે- સાથે કરાતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતગાર થયાં

છોટાઉદેપુર જિલ્લામાં પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા સંચાલિત તમામ 21 શાળાના આચાર્યો અને વોર્ડનો સાથે યોજાયેલી બેઠક દરમિયાન જિલ્લા કલેકટરે શાળામાં અભ્યાસની સાથે કરાતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતગાર થયા હતા. તેમણે શાળામાં અભ્યાસ કરતા બાળકોને પોતાના બાળકો છે એમ સમજી તેમની કાળજી રાખવા તાકીદ કરી હતી.

વધુમાં તેમણે બાળકોને આપવામાં આવતી સુવિધાઓ અંગે વિગતે જાણકારી મેળવી હતી. તેમણે તમામ આચાર્યો અને વોર્ડનોને બાળકો કે વાલીઓ તરફથી કોઇ ફરિયાદ આવે તો તેનું એક રજિસ્ટર નિભાવી ફરિયાદોનું નિરાકરણ કરવા માટે તાકીદ કરતા જણાવ્યું હતું કે, બાળકોને મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય એવી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય એ સુનિશ્ચિત કરવાનું રહેશે. એમ જણાવી તેમણે જો કોઇ પણ સ્કૂલમાં બાળકોને સુવિધાઓ આપવામાં આવતી નથી એમ માલૂમ પડશે તો તે શાળાના જવાબદાર અધિકારીઓ સામે કાર્યાવહી કરાશે એમ જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે બાળકોને અપાતા ભોજનમાં ખાસ કાળજી રખાય, શાકભાજી, અનાજ સહિત ભોજન બનાવવાની સામગ્રી તાજી અને સ્વાસથ્યપ્રદ હોય એનું ધ્યાન રખાય તેમ જણાવી તેમણે અનાજ સંગ્રહ કરવાના કોઠારની પણ નિયમિત સફાઇ કરવા તેમજ શાળામાં કેમ્પસ તથા ટોયલેટ બાથરૂમની નિયમિત રીતે સાફ સફાઇ થાય તથા બાળકોને શુદ્ધ પીવાનું પાણી અને સ્નાન માટે ગરમ પાણી પણ અપાય તેવી સૂચના તેમણે આપી હતી.

વધુમાં તેમણે પ્રયાોજના વહીવટદાર વી.સી.ગામીત અને પ્રોજેકટ ઓફિસર ભાગ્યશ્રીબેનને અવાર નવાર શાળાઓની મુલાકાત લેવા તથા કલેકટર પોતે પણ શાળાઓની આકસ્મિક મુલાકાત લેશે અખેમ જણાવ્યું હતું. તથા દર મહિને બેઠક કરી સમીક્ષા કરવામાં આવશે એમ પણ કલેકટરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...