લોકોમાં ચાલતી ચર્ચા:છોટાઉદેપુરમાં આવેલી યુનાઇટેડ પબ્લિક સ્કૂલ શનિવારે બંધ રહી

છોટાઉદેપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણવેશ બાબતે વિવાદ થયો હોવાની લોકોમાં ચાલતી ચર્ચા
  • વિવાદ ઉકેલાતાં સોમવારથી શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે

છોટાઉદેપુર નગરમાં રેલવે સ્ટેશનની નજીકમાં યુનાઇટેડ પબ્લિક સ્કૂલ આવેલી છે. જે શનિવારના દિવસે બંધ રહેતા વિદ્યાર્થીઓનું એક દિવસનું શિક્ષણ બંધ રહ્યું હતું. જે મુદ્દો નગરમા ચર્ચાનો વિષય બન્યો છે. વિદ્યાર્થીઓના ગણવેશ બાબતે વિવાદ થતા શિક્ષકો પણ શાળાએ આવ્યા ન હતા અને શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રહતા વાલીઓ તથા વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ શાળામાં અભ્યાસ કરતા અમુક વિદ્યાર્થીઓ શાળાનો ગણવેશ પહેરીને ન આવ્યા હોય અને લાંબા ઝભ્ભા પહેરીને આવ્યા હોય. જ્યારે શાળાના નિયમો પ્રમાણે ગણવેશ ફરજિયાત હોય વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાયા હોય આ અંગે વાલીઓ તથા શિક્ષકો વચ્ચે વિવાદ સર્જાયો હતો. જે અંગેની સમગ્ર ઘટનાની જાણ બાબતે ઉપરોક્ત શાળા દ્વારા વોટ્સએપ મેસેજ ફરતો થયો હતો.

અને વાલીઓને જાણ કરવામાં આવેલ કે અમો શાળાના તમામ શિક્ષકો ફરજ ઉપર આવીએ નહિ જેથી વાલીઓ તથા વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા હતા. અને એક દિવસ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રહ્યુ હતું. આ અંગે અંદરો અંદર વિવાદ વધુ વકરે એ પહેલાં સમાધાન થઇ ગયું હોય અને સોમવારથી શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે. તેમ પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...