તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:બેરોજગાર ઉમેદવારોએ ટેટની પરિક્ષા લઈ ભરતી કરવા આવેદન આપી આંદોલનની ચિમકી આપી

તેજગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર તાલુકામાં હક્ક માટે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાને આવેદન

છોટાઉદેપુર તાલુકાના બેરોજગાર ઉમેદવારોએ પ્રથમ (TET) ટેટ-1 અને ટેટ-2 પરીક્ષાનું આયોજન કરવામાં આવે ત્યારબાદ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા કરવા બાબતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાને છોટાઉદેપુર મામલતદાર મારફતે આવેદનપત્ર આપી શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા ગાંધીનગર પહોંચી પોતાના હક્ક માટે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. છોટાઉદેપુર તાલુકાના શિક્ષિત બેરોજગાર યુવાનોએ આવેદનપત્રમા જણાવ્યુ હતુ કે અમે 2018થી B.ED પૂર્ણ કર્યું છે. જે અંદાજિત ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયેલો છે.

પરંતુ આ સમયગાળા દરમિયાન એક પણ વાર TET-1, TET-2ની પરીક્ષા લેવામાં આવેલી નથી, તો પેલા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET-1, TET-૨ પરીક્ષા યોજવામાં આવે અને ત્યારબાદ તે પરીક્ષાના આધારે વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવે ગુજરાતના B.ED કરેલા હજારો શિક્ષિત યુવાનો 2018 થી 2021માં B.ED પૂર્ણ કરી સરકારી શાળામાં નોકરી મેળવવા માટે રાત-દિવસે એક કરી સખત મહેનત કરી છે. તેમજ આ કોરોના મહામારી જેવા કપરાં સમયમાં આર્થિક ભીંસની સમસ્યાને વેઠી પણ કોચિંગ કલાસ કરેલા છે.

તો અમારા બધા જ ઉમેદવારો વતી આપને નમ્ર વિનંતી છે કે પેલા TET-1, TET-2ની પરીક્ષા યોજવામાં આવે અને ત્યાર બાદ વિદ્યાસહાયકોની ભરતી કરવી. જેથી 2018 પછી B.ED પૂર્ણ કરનાર તમામ ઉમેદવારોને પણ આ ભરતી પ્રક્રિયાનો લાભ મેળવી શકે. જો આવનારી TET-1, TET-2 ભરતીમાં 2018 પછી પૂર્ણ કરેલ ઉમેદવારોને તક આપવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા ગાંધીનગર આવી પોતાના હક માટે આદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...