કાર્યવાહી:ટેમ્પો નીચે ચોર ખાનુ બનાવી દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો

છોટાઉદેપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંજાને પકડવા ઉભેલી છોટાઉદેપુર પોલીસને દારૂ હાથ લાગ્યો
  • 3.25 લાખના દારૂ સાથે 6.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

છોટાઉદેપુર એસ.ઓ.જી એ બુટલેગરોનાં વધુ એક નવતર કિમીયાનો પર્દાફાશ કર્યો છે. યુવકે દારૂ સંતાડવાનો ગજબનો આઈડિયા અપનાવ્યો, ટેમ્પાની નીચે ચેચીસના ભાગે ચોર ખાનુ બનાવી દારૂ ની હેરાફેરીની રીત જોઈ પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઇ ગઇ હતી. ડો બોસ્કો સ્કુલ પાસે વાહન ચેકિંગ દરમ્યાન લાખો રૂપિયા નો ઇંગ્લીશ દારુના જથ્થા સાથે એક ની ધરપકડ કરતા બુટલેગરોમા ફફડાટ ફેલાયો હતો.

જિલલા પોલીસ વડા છોટાઉદેપુરની સુચના અને માર્ગદર્શન હેઠળ જે.પી.મેવાડા , I / C પોલીસ ઇન્સ્પેકટર , એસ.ઓ.જી. , છોટાઉદેપુર તથા એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડોન બોસ્કો સ્કુલ સામે હાઇવે રોડ પર ગાંજાની હેર ફેરને અટકાવવા માટે વાહન ચેકીંગમાં હતા. દરમિયાન વાહન ચેકિંગ કરતા હતા તે દરમ્યાન ટેમ્પા નો ચાલક દેસીંગભાઇ ગમજીભાઇ રાઠવા ઉ.વ .૪૮ રહે . ટુડવા પટેલ ફળિયુ તા.જી. છોટાઉદેપુર વાળો મળી આવતા તેઓની પુછ્પરછ કરી હતી. જેમાં તેને સંતોષકારક જવાબ ન આપતા ટેમ્પો ચેક કર્યો હતો.

પરંતુ કશુ હાથ લાગ્યુ ન હતું. જોકે બાદમાં ટેમ્પાની નીચે ચેચીસના ભાગે ચોર ખાનુ નજરે પડતાં તેની તપાસ કરતા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગલીશ દારૂનો જથ્થો ભરેલ મળી આવ્યો હતો. પોલીસે બોટલો નંગ- 1197 કિ.રૂા . 3,25,920 / - નો મુદામાલ અને ટેમ્પો ૩,૦૦,૦૦૦ / તથા મોબાઇલ કિં.રૂ. 500/ મળી કુલ મુદામાલ રૂ .6,26,920નો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...