તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:છોટાઉદેપુર તાલુકા પંચાયત ના પ્રમુખ અને ઉપ પ્રમુખની બિનહરીફ વરણી

છોટાઉદેપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર તા.પં.ના પ્રમુખ અને ઉપ પ્રમુખ બિન હરીફ ચૂંટાયા - Divya Bhaskar
છોટાઉદેપુર તા.પં.ના પ્રમુખ અને ઉપ પ્રમુખ બિન હરીફ ચૂંટાયા
  • કુલ 26 બેઠકોમાંથી 20 બેઠકો ઉપર ભાજપનો વિજય

છોટાઉદેપુર તાલુકા પંચાયત ચૂંટણીમાં કુલ 26 બેઠકોમાંથી 20 બેઠકો ઉપર ભાજપનો પ્રચંડ વિજય થયો હતો. છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ તા 10/6/21ના તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે રમેશભાઈ ભુરસિંગભાઈ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે સુમનભાઈ નટુભાઈ રાઠવા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જેનાથી ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને જિલ્લાની 6 તાલુકા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી તા 18/3/21 ના રોજ યોજાઈ હતી. જેમાં છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીમાં ભાજપમાં સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ રાજેશભાઇ રાઠવા અને નકુડીબેન રાઠવાએ ભાજપમાંથી બળવો કરી ભાજપના 9 અને કોંગ્રેસના 6 સભ્યોના ટેકાથી પ્રમુખ ઉપ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ 15 દિવસના ટુકા સમય ગાળામાં બળવો કરનાર પ્રમુખ અને ઉપ પ્રમુખે પદ ઉપરથી રાજીનામાં આપી દીધા હતા. જેનાથી સમગ્ર છોટાઉદેપુરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. પરંતુ આ બાબતે સમાધાન થયું હતું.

પરંતુ ગુરુવારે છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી ફરીથી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે રમેશભાઈ ભુરસિંગભાઈ રાઠવા અને ઉપ પ્રમુખ તરીકે સુમનભાઈ નટુભાઈ રાઠવા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટાયેલા પ્રમુખ ઉપ પ્રમુખનું જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, ડિરેકટર ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ, જસુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંતભાઈ વસાવા, જિલ્લા મહામંત્રી શંકરભાઇ રાઠવા, રાજેશભાઇ પટેલ, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ મેહુલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી, મુકેશભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી એકબીજાને અભિનંદન પાઠવી આનંદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...