તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:SSC/HSCની પરીક્ષા દરમિયાન કેન્દ્રો પર અનધિકૃત વ્યક્તિનો પ્રવેશ નિષેધ

છોટાઉદેપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લામાં 15થી 28 જુલાઈ દરમિયાન નિયત કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે
  • છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.કે.બારીયાએ જાહેરનામું બહાર પાડ્યું

આગામી તા. 15જુલાઈથી 28 જુલાઈ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસ.એસ.સી તેમજ એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહ/ સામાન્ય પ્રવાહની પરીક્ષા છોટાઉદેપુર જિલ્લાના નિયત કેન્દ્રો ખાતે યોજાશે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.કે.બારીયાએ જાહેરનામું બહાર પાડી પરીક્ષા કેન્દ્રો પર અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ઉપર્યુકત તારીખો દરમિયાન યોજાનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા દરમિયાન જિલ્લાના નિયત પરીક્ષા કેન્દ્રો ઉપર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ યોજાય તથા પરીક્ષાઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાનું સંચાલન સરળતાથી થાય અને પરીક્ષામાં ગેરરીતિ ન થાય એ માટે જાહેરનામું બહાર પાડી છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા યોજાવાની છે.

તેવા તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા ખંડની અંદર તથા ચારે બાજુ 100 મીટર વિસ્તારમાં કોઇ જાહેર કે ખાનગી સ્થળે કોઇ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેશ ફોન, મોબાઇલ ફોન વિગેરે લઇ જવા ઉપર તથા ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા અને પરીક્ષાર્થીઓને ખલેલ પડે તે રીતે કોઇ અનધિકૃત વ્યક્તિઓને એકત્રિત થવા કે પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરવા કે વાહન લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમ કાયદો અને વ્યવસ્થાના ઇન્ચાર્જ અધિકારીઓ અને પરીક્ષા કેન્દ્ર નજીક મુકેલ સલામતિ કર્મચારીઓ તેમની વિધિસરની ફરજ બજાવવા દરમિયાન સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેશ ફોન, મોબાઇલ ફોન તથા વાયરલેશનો ઉપયોગ કરી શકશે. કેન્દ્રના સંવાહકો, સંચાલકો, સ્થળ સંચાલકો, ઝોન પ્રતિનિધિ, ખંડ નિરિક્ષકો, વોટરમેન, બેલમેન તથા ઓળખપત્ર આપવામાં આવેલ હોય તેવા નિરીક્ષણ ટુકડીઓ સહિતના તમામ અધિકારીઓને લાગુ પડશે નહિં.

આ જાહેરનામું તા. 15 જુલાઈથી તા. 28 જુલાઈ નિયત પરીક્ષા કેન્દ્રો આજુબાજુ 100 મીટરના વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...