ભાસ્કર વિશેષ:પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો જાતે તરબૂચનું વેચાણ કરવા મજબૂર બન્યાં

જબુગામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માલ તૈયાર થઈ જતાં જ પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોમાં જોવા મળતો રોષ
  • જિલ્લાની એપીએમસીમાં વ્યવસ્થા કરવા ખેડૂતોની માગ

જબુગામ સહિત બોડેલી તાલુકામાં ચાલુ વર્ષે ‌‌તરબુચનુ વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવ્યું છે. અને ઉત્પાદન પણ સારું એવું થયું છે. ત્યારે તરબૂચ પકવતા ખેડૂતોને હાલમાં પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો જાતે તરબૂચનું વેચાણ કરવા મજબુર બન્યા છે. છોટાઉદેપુર જિલ્લાની કોઈ પણ એપીએમસીમાં ખેડૂત ફળ કે શાકભાજીનું વેચાણ કરી શકે તેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને વડોદરા અથવા સુરત જેવા શહેરોમાં જવું પડે છે. હાલ પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો થવાને કારણે પ્રતિ કિલો 2થી 3 રૂપિયા માલ પર વધુ ચૂકવવા પડે છે.

અને તડબૂચમાં બિયારણ, દવા અને ખાતરમાં સતત ભાવ વધારો થતાં તરબુચની પડતર કિંમત કરતા પણ ઓછી કિંમતમાં બહારના વેપારીઓ ખરીદી કરતા હોવાથી પોષણક્ષમ ભાવ પણ ન મળતા ખેડૂતો જાતે બજારમાં તરબૂચનું વેચાણ કરવા મજબુર બન્યા છે. જિલ્લામાં વેપારીઓં દ્વારા ખેડૂતો પાસેથી તરબૂચની ક્વોલિટી જોઈને 3થી6 રૂપિયા પ્રતિ કિલોના ભાવે તરબૂચની ખરીદી કરી બજારમાં ગ્રાહકને 15થી 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચતા હોય છે. જેથી ખેડૂત અને ગ્રાહક કરતા વધુ નફો વેપારીઓને થતો હોય છે. જિલ્લાની એ.પી.એમ.સીમાં એવી કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવે કે ખેડૂત અને ગ્રાહક બન્નેને નફો થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...