મેળાઓમાં લોકો ઉત્સાહભેર મહાલ્યાં:કોરોના કાળના બે વર્ષ બાદ શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભીડ ઉમટી

છોટાઉદેપુર9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓરસંગમાં શિવરાત્રીએ મેળો જામ્યો - Divya Bhaskar
ઓરસંગમાં શિવરાત્રીએ મેળો જામ્યો

વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં બે વર્ષ બાદ કોરોનાની મહામારી કાબુમાં આવતાં જ સરકાર દ્વારા પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા છે. ત્યારે શિવરાત્રીની વહેલી સવારથી ભોળાનાથને ભજવા અને દર્શન માટે શિવભકતોમાં ભારે ભીડ ઉમટી પડી હતી. જિલ્લાભરના શિવાલયોમાં મેળા જામ્યા હતાં અને લોકો ઉત્સાહભેર દર્શન કરી મેળાનો લ્હાવો લીધો હતો.

ગુજરાતના કાશી ગણાતા લકુલીશ ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તો લાબી કતારોમાં જોવા મળ્યા હતા. મંદિર પ્રશાસન દ્વારા ભગવાન લકુલીશને ભવ્ય શણગાર કરવામાં આવ્યા હતાં. જયારે છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર ઓરસંગ નદી કિનારે આવેલ પૌરાણિક શ્રી જાગનાથ મહાદેવ મંદિર પાસે ઓરસંગ નદીમાં મેળો ભરાયો હતો. કોરોનાનો કહેર ઓછો થતા ફરી પહેલા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું અને મોટા પ્રમાણમાં શિવના દર્શન અર્થે ભીડ ઉમટી પડી હતી અને શિવજીના દર્શનનો લહાવો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...