તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઝોઝ પાસેથી ગૌમાંસના જથ્થા સાથે બે ઝડપાયા

છોટાઉદેપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામ નજીક આવેલ ભીલપુર ફાટક પાસેથી ટાટા નેનો ગાડીમાં મીણીયા થેલામાં લઈ જવાતા ગૌમાંસના જથ્થા સાથે સેહજાબ મહેબૂબભાઈ હોકલા ઉ.વર્ષ 29 રહેવાસી કાગડી મહોલ્લા સ્ટેશન વિસ્તાર છોટાઉદેપુર અને સરફરાજ મહેબૂબભાઈ હોકલા ઉ.વર્ષ 18ને ઝોઝ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.

છોટાઉદેપુર ડીવાયએસપી એ.વી.કાટકડના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પીઆઈ એન.એમ.પરમાર ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન ભીલપુર ફાટક પાસે આવતા માહિતી મળી હતી કે છોટાઉદેપુર તરફથી સિલ્વર કલરની ટાટા નેનો ગાડી માસનો જથ્થો ભરી ઝોઝ તરફ આવે છે. જે હકીકતને આધારે ભીલપુર ફાટક પાસે સદર વાહન આવતા રોકી તપાસ કરતા તેમાં 3 મીણીયાં થેલામાં 76 કિલો માંસ રૂ.15,200ની સાથે ઉપરોક્ત બે ઈસમો મળી આવ્યા હતા.

આ અંગે સ્થળ ઉપર વેટનરી ડોક્ટર બોલાવી માંસના નમૂના લેવડાવી એફએસએલ સુરત મુકામે પૃથક્કરણ કરાવી સર્ટી મેળવતા ગૌમાંસ હોવાનું જણાઇ આવ્યું હતું. જે અંગે બંને ઇસમોના કબજાની ગાડી ટાટા નેનો રૂ. 75000 તથા માંસનો જથ્થો 76 કિલો કિંમત રૂ.15200 તથા મોબાઈલ નંગ 2 મળી કુલ રૂપિયા 1,00,200 સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...