તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દડીગામથી ડેટોનેટર તથા જિલેટિન નાઈટ્રોમિક્સના ટેટા સાથે બે ઝડપાયા

છોટા ઉદેપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
દડીગામથી ઇલેક્ટ્રિક ડેટોનેટર તથા જીલેટીન નાઈટ્રોમીકસના ટોટા સાથે બે ઈસમો ઝડપાયા હતા - Divya Bhaskar
દડીગામથી ઇલેક્ટ્રિક ડેટોનેટર તથા જીલેટીન નાઈટ્રોમીકસના ટોટા સાથે બે ઈસમો ઝડપાયા હતા
 • વાનર ગામ તરફથી આવતી ગાડી ઉભી રાખી તેની તપાસ કરાઈ હતી
 • એસઓજીએ 4.95 લાખનો મુદાદામાલ જપ્ત કર્યો

છોટાઉદેપુર એસઓજી પોલીસ સ્ટાફના માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમ્યાન બાતમી મળી હતી. કે છોટાઉદેપુર રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દડીગામ ગામે રોડ ઉપર બોલેરો પિક અપ ગાડીમાં પથ્થરની માઇન્સમાં બ્લાસ્ટ કરવા સારું વપરાતો સ્ફોટક પદાર્થ ગેરકાયદેસર લઈને આવનાર છે. તેવી મળેલ ચોક્કસ બાતમી અને હકીકતને આધારે પોલીસે નાકાબંધી ગોઠવી હતી.

તે સમય દરમ્યાન વાનર ગામ તરફથી બાતમીદારના વર્ણનવાળી બોલેરો ગાડી પોલીસે ઉભી રખાવી હતી. બોલેરો ગાડીમાં તપાસ કરતા તેમાંથી ઇલેક્ટ્રિક ડેટોનેટર નંગ 750 કી રૂ 11250 તથા જીલેટીન નાઇટ્રોમિક્સના ટોટા નંગ 1200 કી રૂા. 18000 તથા ડી ફ્યુઝ વાયર કી રૂા. 7500 તથા અંગ ઝડતીમાંથી રોકડા રૂા. 3000 તથા મોબાઈલ નંગ 2 કી રૂા. 6000 બોલેરો પિક અપ ગાડી નંબર જી જે 7 વાય ઝેડ 5304 કી રૂા. 4,50,000 કુલ મુદ્દામાલ 4,95,750ના મુદ્દામાલ સાથે બે આરોપી (1) ભવરલાલ લહેરલાલ જાટ (2) બાલુરામ દેવલાલ ચૌધરી તા જી ખેડા મૂળ રહેવાસી ભીલવાડ રાજસ્થાનને ઝડપી પાડી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો