છોટાઉદેપુર તાલુકાના તેજગઢ નજીક આવેલ અછાલા અને રોજકુવા પ્રાથમિક શાળાના બે શિક્ષકોનું નેશનલ ઈનોવેટીવ ટીચર એવોર્ડ-2022 કુરુક્ષેત્ર હરીયાણા ખાતે એનાયત કરાયો છે.
બાલરક્ષક પ્રતિષ્ઠાન, મહારાષ્ટ્ર અને હરિયાણા રાજયના શિક્ષણ વિભાગ દ્રારા કુરુક્ષેત્ર હરિયાણામાં રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક ઇનોવેશન કોન્ફરન્સ-2022માં ભારત દેશમાંથી 150થી ઇનોવેટિવ શિક્ષકો પૈકી છોટાઉદેપુર જિલ્લાના બે શિક્ષકો પ્રવિણકુમાર પટેલીયા અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળા, જગદીશભાઈ મકવાણા રોજકુવા શ્રેષ્ઠ પ્રાથમિક શાળાનું નેશનલ ઈનોવેટીવ ટીચર એવોર્ડ- 2022વિશેષ પ્રતિભા- સમાજ માટે મૂલ્યવાન શિક્ષક તરીકે અને શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ, ઉત્તમ નવીન શૈક્ષણિક કાર્ય માટે પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે. જેમણે શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.