તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:જબુગામમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા

જબુગામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાના કહેર સાથે વધુ બે વ્યક્તિઓનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જબુગામમા જાહેરમાં જ માસ્ક વિના જ લોકો જોવા મળી રહ્યા છે. જેથી સંક્રમિતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

જબુગામમાં હવે કોરોનાના કહેરમાં સ્થિતિ કાબુ બહાર જતી હોવા છતાં અનેક લોકો માસ્ક વિના જોવા મળી રહ્યા છે. ત્યારે સંક્રમણ રોકવામાં માસ્ક સૌથી જરૂરી હોવાથી તંત્ર માસ્કનો ઉપયોગ નહી કરનારા લોકોને દંડ કરવાનો નિણર્ય કર્યો હતો. તેમ છતાં જબુગામમાં કોઈ સોશિયલ ડીસ્ટન્સ કે માસ્ક પહેરેલ જણાતુ નથી. તંત્રની ગાઈડલાઈનનુ જબુગામના લોકો જાહેરમાં જ ઉલ્લંઘન કરી રહ્યા છે. જબુગામમા જાહેર સ્થળો, દુકાનો, સંસ્થાઓમા પણ સોશિયલ ડીસ્ટન્સ જળવાઈ રહ્યું નથી. જબુગામમા અત્યાર સુધીમાં કુલ 27 લોકોના કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યા છે. જેમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. ત્યારે જબુગામની એક મહિલા અને એક બાળકીનો પોઝિટિવ રીપોર્ટ આવતા તેઓને બોડેલીના કોરોના પબ્લિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આમ જબુગામમાં કોરોનાના વધતા જતાં કહેર વચ્ચે લોકોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો