તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ક્ષય વિભાગનાં કરારી કર્મીઓ દ્વારા દર્દીઓને ચણા-ગોળની કિટ આપી પેનડાઉન હડતાળ ચાલુ રખાઇ

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ જિલ્લા કલેક્ટરને સંબોધીને આવેદનપત્ર

સોમવારે છોટાઉદેપુર આરોગ્યના ક્ષય વિભાગના કર્મીઓ દ્વારા વિવિધ માંગણીઓ બાબતે પાડવામાં આવેલ પેનડાઉન હડતાળ બાબતે સરકારને ધ્યાને લાવવા છોટાઉદેપુર જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

7મી મેથી ગુજરાત રાજ્ય આર એનટીસીપી કરારબદ્ધ કર્મચારી સંધ દ્વારા પાડેલી પેનડાઉન હડતાળનું રાજ્ય સરકારના ધ્યાને લાવવા માટે સોમવારે છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા કલેક્ટરને સંબોધીને આપવામાં આવેલ આવેદનપત્રમાં અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી.

જેમાં (1)સૌથી જૂની રજૂઆતમાં મહેનતાણું વધારો અન્વયે પગાર વધારામાં DPS,DPPM,SA,DEO,LT, DRIVER સહિતની કેડરોમાં પગાર વધારામાં અન્યાય.(2) ટીબી ઓફિસર સહિત તમામ વર્ષ 2017થી જિલ્લા બદલી, ગંભીર માંદગીમાં 100 દિવસની સવેતન રજાઓની મંજૂરી જેવી બાબતો (3) પ્રવર્તમાન સમયમાં પેટ્રોલના ઉંચા ભાવ અને 2022-2025મા ટીબી મૂક્ત ગુજરાત-ભારતની માટે સઘનતામાં કામના કલાકો અન્વયે પેટ્રોલ એલાઉન્સમાં અને ટીએ-ડીએમાં વધારો તથા 10% ઇન્ક્રીમેન્ટ (4)વય નિવૃત્તિ અથવા શારીરિક અક્ષમતાનાં કારણોસર સેવા નિવૃત્તિ સમયે કમ્પેનસેનની જોગવાઈ (5) આરએનટીસીપી કરારબદ્ધ કર્મચારી સંધના કર્મચારીઓ પોતાના કાયમી સહિતના બંધારણીય હક્કો માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વિવિધ એસીએથી પ્રસ્તુત છે અને સ્ટેટ્સ કો થી તેઓની સેવાઓ રક્ષિત છે.

આમ છતાં માનસિક ટોર્ચરિગ સહિતના અયોગ્ય પૂરાવા ઉભા કરીને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પાઠવવામાં આવેલ આદેશનું ઉલ્લંઘન કરી કાયદા વિરુદ્ધની માનસિકતા અને મફત વકીલ સુવિધા હેઠળ કર્મચારીઓને સેવા મુક્ત કરવામાં આવે છે. સહિતની માંગણીઓ અને રજૂઆત કરતું આવેદનપત્ર છોટાઉદેપુર કલેકટર કચેરીએ પાઠવવામાં આવ્યું હતું. તેમજ એમડીઆર ટીબીના દર્દીઓને સ્વખર્ચે ચણા અને ગોળની કીટ વિતરણ કરીને માનવતા દાખવી પેનડાઉન હડતાળ ચાલુ રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...