તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરંપરાગત વિધિ:ઉંટડી કાઢી મેઘરાજાને રિઝવવાનો પ્રયાસ

તેજગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તેજગઢના સામે કાંઠાના આદિવાસીઓ દ્વારા ઉંટડી કાઢીને મેઘરાજાને રિઝવવા માટે પ્રયાસ હાથ ધરાયો - Divya Bhaskar
તેજગઢના સામે કાંઠાના આદિવાસીઓ દ્વારા ઉંટડી કાઢીને મેઘરાજાને રિઝવવા માટે પ્રયાસ હાથ ધરાયો
  • તેજગઢ સામા કાંઠાના 5 ગામના લોકો પરંપરાગત વિધિમાં જોડાયા

છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાતા આદિવાસી વિસ્તારમાં એક અનોખી અને જૂની પરંપરા મુજબ વરસાદને રીઝવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હજારો આદિવાસીઓ વરસાદ પર નિર્ભર રહી ખેતી કરતા ચિંતાના વાદળો છવાયા છે. માનવ જાત સાથે મુંગા પ્રાણીઓ પણ વરસાદની રાહ જોઈ રહી છે. આદિવાસી વડવાઓની પરંપરાગત રીતે કુદરતને રિઝવવાના પ્રયાસ રૂપે ઠેરઠેર પ્રાર્થના દુઆઓ થઇ રહી છે. તેના જ પ્રયાસરૂપે તેજગઢ સામા કાંઠાના પાધરવાંટ, શિમલ ફળિયા, ભેશાં, ઓલી આંબા ,અને ધંધોડા, પાંચ ગામોના આદિવાસ લોકોએ પાંચ દિવસ દરેક ગામમાં ઊંટડી કાઢીને મેઘરાજાને રીઝવવાના પ્રયાસ શરૂ કર્યા.

સ્થાનિક આદિવાસીઓના જણાવ્યા અનુસાર પાંચ દિવસ ઊંટડી સાથે સ્ત્રી અને પુરુષો ગીત ગાતાં ગાતાં ઘરે ઘરે ફરે છે. દરેક ઘરના લોકો ઊંટડી સાથેના લોકોને પાણી છાંટીને વરસાદ પાડવાની વિધિ કરે છે. ઘર માલિક અનાજનું દાન કરે છે અને ભેગુ થયેલું અનાજને પાંચમા દિવસે વેરાય માતાના દેવ સ્થાને રાંધીને પૂર્ણાહુતિ કરવામાં આવે છે. ઊંટડી કાઢવાની માન્યતા મુજબ ઊંટ લાંબા સમય સુધી તરસ સહન કરે છે. એવા પ્રાણીઓને પણ વરસાદની જરૂરિયાત છેનો સંદેશ કુદરત સુધી પહોંચાડવાનો છે. ઊંટડી સાથે ચાલતા લોકો દેડકો, મોર, કોયલ, પિહપિહો, પોની રેલીઓ, ધૂચિયો, જેવા વરસાદ આવવાના અવસરે બોલે તેવા પક્ષીઓના અવાજ કાઢવામાં આવે છે. વરસાદ માગવા માટેની અનોખી પરંપરાગત વિધિમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...