​​​​​​​અકસ્માત:પાવીજેતપુરના સિહોદ નજીક રોડ ઉપર ટ્રકનું ટાયર ફાટ્યું; ટ્રક ઝાડ સાથે અથડાતાં વૃક્ષ ઘરાશાયી

છોટા ઉદેપુરએક દિવસ પહેલા

પાવીજેતપુર તાલુકાના સિહોદ નજીક રોડ ઉપરથી પસાર થતી મોટી ટ્રકનું ટાયર ફાટતાં ટ્રક ઝાડ સાથે ટકરાયું હતું. જ્યાં ટ્રક ઉપર વૃક્ષ ધરાશાયી થયું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

ભરૂચ જિલ્લાના જંબુસર ગામેથી જીપ્સન ભરીને મધ્યપ્રદેશના મનાવર ગામે જઈ રહેલો એક ટ્રક રાત્રિના 11 વાગ્યાના સુમારે સિહોદ નજીક રોડ ઉપર એકાએક ટ્રકનું ટાયર ફાટતાં ટ્રક ઝાડ સાથે ધડાકાભેર અથડાયો હતો. ટ્રક ઝાડ સાથે અથડાતાં નમી ગયેલું ઝાડ ટ્રક ઉપર ધરાશાયી થઈ થયું હતું. રાત્રિના બનેલી આ ઘટનાથી આજુબાજુના લોકટોળા ધડાકાના કારણે જોવા માટે દોડી આવ્યા હતા. ટ્રક રોડની બાજુ ઉપર હોવાના કારણે ટ્રાફિકજામ થવા પામ્યો ન હતો. તેમજ પાછળથી તેમજ સામેથી કોઈ મોટું વાહન ન આવતું હોવાથી કોઈ મોટી હોનારત પણ થવા પામી ન હતી. વૃક્ષ ટ્રકના કેબિન તેમજ કન્ટેનરની વચ્ચે ધરાશાયી થતાં ટ્રકના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...