પ્રાથમિક સુવિધાઓનો અભાવ:છોટાઉદેપુર જિલ્લાની જનરલ હોસ્પિ.માં દર્દીઓને પડતી મુશ્કેલી

છોટાઉદેપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ આરોગ્ય કમિશનર, અધિક નિયામક આરોગ્યને પત્ર લખી રજૂઆત કરી

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ જનરલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી પ્રાથમિક મુશ્કેલીઓનું તાત્કાલિક નિવારણ લાવવા માટે છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવાએ આરોગ્ય કમિશનર તથા અધિક નિયામક આરોગ્ય અને તબીબ સેવાઓને પત્ર લખી માગ કરી છે.

​​​​​લખેલ પત્રમાં ધારાસભ્ય એ જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લાના વડા મથક છોટાઉદેપુર ખાતે એક હોસ્પિટલ કાર્યરત છે. આ હોસ્પિટલમાં ડોકટર તથા સ્ટાફની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા માટે અગાઉ તારીખ 26/5/22ના સરકાર તથા અધિકારીનું ધ્યાન દોરી માગ કરી છે. હોસ્પિટલમાં હાલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. અપૂરતી સુવિધા છે.

આ હોસ્પિટલમાં ઇન્ડોર દાખલ થયેલા દર્દીઓ તથા ઓપીડીમાં આવતા દર્દીઓને પીવાના પાણી માટેની પ્રાથમિક સુવિધા નથી. તેમજ શૌચાલયોની સફાઈ થતી નથી અને ભારે ગંદકી રહે છે. કેટલીક જગ્યાએ કેટલાક વોર્ડમાં પંખાની સુવિધાઓ મળતી નથી. જે બાબતે દૈનિક અખબારોએ પણ સમાચાર પ્રસિદ્ધ કરી સરકારનું ધ્યાન દોરેલ છે છતાં પણ કોઈ સુવિધા થઈ નથી.

મહિલાઓની આરોગ્ય સુવિધા માટે સરકારે કરોડો રૂપિયાનું બજેટ ફાળવેલ છે. પરંતુ તેનું અમલીકરણ જેરીતે થવું જોઈએ તે રીતે થતું નથી. તો આ તમામ બાબતે ઉપરી કક્ષાએથી અધિકારીઓએ મુલાકાત કરી ગરીબ આદિવાસી દર્દીઓને વેઠવી પડતી પ્રાથમિક મુશ્કેલીઓને ધ્યાને લઈ પૂરતી સુવિધા ઉપલબ્ધ થાય તે અર્થે તાત્કાલિક કાર્યવાહી કરવા લખેલા પત્રમાં માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...