ભારતમાલા પ્રોજેક્ટ રદ કરવા માગ:છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસીઓએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો; એસ.ડી.એમને વાંધા અરજી આપી

છોટા ઉદેપુર21 દિવસ પહેલા

દેશભરમાં ભારત સરકાર દ્વારા ભારતમાલા યોજના અંતર્ગત ઠેરઠેર નવા હાઇવે બનાવવામાં આવી રહ્યા છે. જેને લઇને જમીન સંપાદન કામગીરી ચાલી રહી છે. જેની સામે છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસીઓએ વિરોધ દર્શાવી વાંધા અરજીઓ આપી છે અને આ ભારતમાલા યોજના જ ના જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.

આદિવાસીઓએ વિરોધ દર્શાવી વાંધા અરજીઓ આપી
છોટા ઉદેપુર જિલ્લામાં ભારતમાલા યોજના અંતર્ગત જિલ્લાના 68 ગામના ખેડૂતોની જમીન આ યોજના અંતર્ગત સંપાદન કરવા માટેનું ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે. જેના વિરોધમાં છોટા ઉદેપુર જીલ્લાના આદિવાસી અસરગ્રસ્તોએ આજે રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો અને આ ભારતમાલા પ્રોજેક્ટ રદ કરવા માટે પ્રાંત અધિકારીને વાંધા રજૂ કર્યા છે. છોટા ઉદેપુર જિલ્લો એ આદિવાસી જિલ્લો છે અને આદિવાસીઓ જળ, જંગલ અને જમીનના રક્ષક હોવાના નાતે તેઓને બંધારણની સૂચિ 5ને લાગુ કરવાની માંગ પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...