તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:છોટાઉદેપુર જિલ્લામાંથી આદિવાસીઓ મજૂરી અર્થે અન્ય સ્થળે રવાના થયા

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં પિયતની સગવડના અભાવે ચોમાસંુ ખેતી કરી મજૂરો અન્ય જગ્યાએ રવાના થાય છે

છોટાઉદેપુર જિલ્લો 90 ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. આદિવાસી ગરીબ પ્રજા માત્ર ચોમાસુ ખેતી ઉપર આધારિત હોય છે. અન્ય કોઈ રોજગારી નહિ મળતા હજારોની સંખ્યામાં ગ્રામીણ પ્રજા મજૂરી અર્થે ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારમાં તથા અન્ય રાજ્યોમાં જતા રહે છે. હાલમાં કોરોના કોવિડ 19 મહામારી ચાલતી જેથી હોય બજારમાં ભારે મંદીનો માહોલ હોય ધંધા રોજગારના ઠેકાણા પડતા નથી. ગ્રામીણ પ્રજા કોરોનાના કારણે ભયના ઓથાર હેઠળ જીવી રહી છે. જેમાં ઘર ચલાવવા મજૂરી જ માત્ર એક વિકલ્પ છે.

હાલમાં છોટાઉદેપુર વિસ્તારમાં ચાલતો એક માત્ર ડોલોમાઈટ ઉદ્યોગ ભારે મંદીની ઝપટમાં હોય અને વહીવટી કારણોસર ઘણી ફેકટરીઓ બંધ હોય જે અને અન્ય કોઈ રોજગારીનો વિકલ્પ ન હોય જેથી ગરીબ આદિવાસીઓને મજૂરી અર્થે પોતાનો ઘરબાર છોડીને અન્ય જગ્યાએ મજૂરી અર્થે જવું પડે છે.

શૈક્ષણિક ક્ષેત્રે પછાત ગણાતો છોટાઉદેપુર જિલ્લો રોજગરીમાં પણ પાછળ જોવા મળી રહ્યો છે. જે અંગે રાજકીય નેતાઓ ઉંચ્ચ કક્ષાએ રજુઆત કરી નવા ઔદ્યોગિક એકમો જલ્દીથી સ્થપાય એ ખૂબ જરૂરી છે. ચૂંટણી આવે ને માત્ર વોટ લેવા અર્થે પ્રજાને દર્શન આપવા ઘણા આવતા હોય છે. છોટાઉદેપુર જિલ્લાની જનતાના હિત માટે જિલ્લાના નેતાઓ આગળ આવે તેમ પ્રજા ઈચ્છી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી યુવાનો નોકરીની શોધમાં હોય છે. પરંતુ શિક્ષણના અભાવને કારણે નોકરી મળતી નથી અને ખેતી કરવી પડે છે. જિલ્લાના ઘણા વિસ્તારોમાં પિયાત અંગેની સગવડ ન હોય જેથી ચોમાસુ ખેતી કરીને મજૂરીએ રવાના થવાનો વારો આવે છે. ભારે મેહનત મજૂરી કરીને પોતાના ઘર અને પરિવારનું ભરણ પોષણ કરવું પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો