તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:છોટાઉદેપુર જિલ્લામાં અસહ્ય ગરમી પડતાં લોકો ત્રાહિમામ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લો વોલ્ટેજની સમસ્યાનું નિવારણ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી વાદળ છાયો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ થાય તેવા સંકેત જણાઈ રહ્યા છે. પરંતુ ભારે ઉકળાટ અને બફારાના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અસહ્ય ગરમીના કારણે ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કુલર, એસી, પંખાનો વપરાશ વધતો જોવા મળે છે.

જિલ્લામાં દિવસના ગરમી અને રાત્રીના સમયે ઠંડી અનુભવ થાય છે. જે બેવડી ઋતુના કારણે તાવ, શરદી, ખાસી, હાથપગ, સાંધાનો દુખાવો જેવી તકલીફો થતી હોય તેમ પ્રજા જણાવે છે. પરંતુ ઘણા કોરોનાના ડરના કારણે દવાખાનામાં જવાનું ટાળી રહ્યા છે.છોટાઉદેપુરના વિસ્તારોમાં ઘણા સમયથી લો વોલ્ટેજનો પ્રશ્ન પ્રજાને સતાવી રહ્યો છે. પ્રજા દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કોઈ પગલાં ભરતું નથી એ નવાઈની વાત છે. પરંતુ પ્રજા હલાકી ભોગવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો