ભાસ્કર વિશેષ:છોટાઉદેપુરમાં રસ્તા ઉપર ઊડતી મસીઓનો ત્રાસ

છોટાઉદેપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસથી પડતી સમસ્યા, તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી
  • કુસુમસાગર તળાવ સાફ નહિ કરાતાં અને તેની ગંદકી દૂર નહિ કરાતાં પ્રજાને હાલાકી ભોગવવાનો વારો

છોટાઉદેપુર નગરમાં છેલ્લા 15 દિવસોથી રસ્તાઓ ઉપર મસીઓ ઉડી રહી છે. જેના કારણે પ્રજા ભારે પરેશાન થઈ ગઈ છે. ઊડતી મસી (જીવાતો)ના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ અંગે પ્રજામાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે. પરંતુ તંત્ર કોઈ પગલાં લેતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં 15 દિવસોથી જાહેર રસ્તાઓ ઉપર મસી ઉડી રહી છે. જેને દૂર કરવા તંત્ર દ્વારા કોઈ પગલાં ભરતા નથી. રસ્તે ચાલતા વાહન ચાલકોની આંખોમાં મસી પડતા અકસ્માત થવાનો ભય રહેલો છે.

એકાએક ગરમી શરૂ થઈ જતા મસી ઉડી રહી છે. નગરમાં આવેલ કુસુમસાગર તળાવમાંથી મસી ઉડવાની પ્રજા ફરિયાદ કરી રહી છે. જે અંગે તંત્ર કેમ ચૂપ છે. તે પ્રજામાં પ્રશ્ન થાય છે.​​​​​​​છોટાઉદેપુર નગરમાં આવેલ કુસુમ સાગર તળાવમાં ભારે ગંદકીના કારણે નગરના જાહેર રસ્તાઓ ઉપર જીવાત ઉડી રહી છે. તાપમાનમાં વધારો થતાં જીવાત વધુ ઉડવા લાગી છે. પરંતુ કુસુમસાગર તળાવ સાફ નહિ કરાતાં અને તેની ગંદકી દૂર નહિ કરતા પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે.

સાંજના સમયે મચ્છરોનો ત્રાસ પણ ભારે વર્તાઈ રહ્યો છે. જે અંગે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તે જરૂરી છે. આ અંગે પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે આ અંગે યોગ્ય પગલાં ભરવામાં આવશે. નગરમાં ઊડતી જીવાતો અંગે નગરના દરેક વોર્ડમાં જંતુ નાશક દવાનો છંટકાવ કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.

છોટાઉદેપુર નગરમાં વધતો જતો મચ્છરોનો ત્રાસ પણ દૂર કરવા પ્રજાની માગ
છોટાઉદેપુર નગરમાં સાંજના સમયે તથા રાત્રીના સમયે મચ્છરોનો પણ ભારે ત્રાસ વર્તાઈ રહ્યો છે. જેના કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય જોવા મળી રહેલો છે. સાંજના સમયે મચ્છરોનો ઉપદ્રવ ભારે જોવા મળી રહ્યો છે. પ્રજા ઘરમાંથી બહાર નીકળવા તથા ઘર આંગણે બેસવાનું પણ હવે ટાળી રહી છે. નગરમાં મચ્છરોના ભારે ત્રાસ સામે તંત્ર દ્વારા જંતુનાશક દવાનો છાંટકાવ કરવો ખૂબ જરૂરી બન્યો છે. તેમ પ્રજા ઈચ્છી રહી છે. નગરના દરેક વોર્ડમાં મચ્છરોના ત્રાસથી બચવા અને રક્ષણ અર્થે ડી ડી ટી પાઉડરનો છંટકાવ કરવામાં આવે તેવી પ્રજાની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...