તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોરોના રસીકરણને ગંભીરતાપૂર્વક અભિયાન રૂપે હાથ ધરવાની આમ આદમી પાર્ટીની માગ

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણ જાગૃતિ અભિયાન શરૂ કરવા મુખ્યમંત્રીને ઉદ્દેશીને પત્ર લખી માગ કરી

કોરોના રસીકરણને ગંભીરતા પૂર્વક સધન અભિયાન રૂપે હાથ ધરવા તેમજ આમ આદમી પાર્ટી દ્વારા લોકજાગૃતિ માટે રસીકરણ જાગૃતિ અભિયાન શરૂ કરવા મુખ્યમંત્રીને ઉદેશીને લેખિત પત્ર લખી માગ કરી છે. આ સંદર્ભે છોટાઉદેપુર કલેકટર કચેરીએ આમ આદમી પાર્ટી દ્વારા પત્ર આપવામાં આવ્યો હતો.

લખેલ પત્રમાં જણાવ્યું છે કે સમગ્ર દેશમાં કોરોના મહામારીમાં આપણે લાખો સ્નેહીજનોના જીવ ગુમાવ્યા છે. તમામ નાગરિકો રોજગાર ધંધામાં પાયમાલ થયા છે અને ખુબ જ વિપરીત પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. દેશમાં વર્ષ 2020માં જ્યારે કોરોના વાઈરસ આવ્યો ત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જે સમયે લોકોને બચાવવા અર્થે મેડિકલ સુવિધાઓ ઉભી કરવાની તક હતી પરંતુ સરકાર તાયફાઓ કરવામાં વ્યસ્ત રહી. કોરોના પ્રથમ વેવમાં થયેલ જાનહાનિ અને અપૂરતી તૈયારીમાંથી સરકારે કોઈ બોધપાઠ લીધો નથી.

કોરોના બચાવ અર્થે એક માત્ર ઉપચાર રસીકરણ હોવા છતાં રસીકરણ બાબતે સરકાર ખુબ જ ઉદાસીન અને બેદરકાર રહી છે. કોરોનાની ત્રીજી વેવ ન આવે તે માટે ગુજરાતના તમામ નાગરિકોનું સંપૂર્ણ રસીકરણ જરૂરી છે. ગુજરાતમાં રસીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે. હાલમાં રસીકરણ પ્રક્રિયા ખુબ જ જટિલ અને અઘરી છે. સામાન્ય લોકો માટે રસીનું રજીસ્ટ્રેશન કે એપોઈમેન્ટ લેવી ખુબ જ અઘરી છે. આ રસીકરણ પ્રક્રિયાને ખુબ જ આયોજન બદ્ધ અને સરળ બનાવવી જોઈએ કોરોના દર્દીઓને બચાવવામાં સરકાર નિષ્ફળ રહી તેવી જ રીતે રસીકરણ બાબતે પૂરતું આયોજન કરવામાં આવે તેમ આપેલ પત્રમાં માગ કરી છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રસીકરણ અભિયાનમાં સરકારને મદદરૂપ થવા ઉત્સાહી છે. ગુજરાતને સંપૂર્ણ કોરોના મુક્ત કરવું એ એકમાત્ર લક્ષ્ય સાથે આમઆદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં રસીકરણ જાગૃતિ અભિયાનની શરૂઆત કરી રહી છે. આ અભિયાનના માધ્યમથી રસી અંગે જનતામાં રહેલી ગેરસમજ કે અફવાઓ દૂર કરી 100 ટકા રસીકરણ કરવામાં મદદરૂપ થવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...